તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ભિલોડાના કોવિડ કેર સેન્ટરમાં પૂરતા સાધનો,નિષ્ણાંત તબીબોનો અભાવ

ભિલોડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પુરતા સાધનોનો અને તબીબોનો અભાવથી દર્દીઓને ભારે હાલાકી - Divya Bhaskar
પુરતા સાધનોનો અને તબીબોનો અભાવથી દર્દીઓને ભારે હાલાકી
  • સી.ટી સ્કેન અને ઇ,સી.જી ટેસ્ટ કરાવવા ખાનગી પેથોલોજી લેબોરેટરીમાં જવું પડે છે

ભિલોડાના કોટેજ હોસ્પિટલમાં 20 બેડનું કોવિડ કેર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવ્યું છે. જો કે, કોવીડ સેન્ટર પર આધુનિક તબીબી સાધનોનો અભાવ હોવાથી કોવિડના દર્દીઓને કેટલીક વખત સેન્ટર બહાર અન્ય ખાનગી પેથોલોજીમાં પરિક્ષણ કરાવવા પડે છે. અરવલ્લીમાં કોરોનાના કેસમાં વધારો થતા ભિલોડાના કોટેજ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા છે પણ દર્દીઓની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પરંપરાગત સાધનો સિવાય આધુનિક સાધનોનો અભાવ છે.

જેના પરીણામે દર્દીઓ ને મોટા ભાગે સી.ટી સ્કેન અને ઇ,સી.જી ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલની બહાર અન્ય ખાનગી પેથોલોજી લેબોરેટરીમાં જવું પડે છે. અને ખાનગી લેબોરેટરીમાં આર્થિક નાણાં પણ વધુ ખર્ચવા પડે છે જેથી કેટલીક વખત દર્દીની તબીયત સારી ન હોવાથી ખુબજ પરેશાની વેઠવી પડી છે. ભિલોડા કોવીડ સેન્ટરના 20 બેડવાળા કોવીડ સેન્ટરમાં દર્દીઓના નિરીક્ષણ માટે માત્ર 01 બાઇપેપ અને 01 મલ્ટીપારા મોનીટર અને 01 ઇ.સી.જી ઉપલબ્ધ છે. 4 દિવસ અગાઉ કોટેજ હોસ્પિટલમાં RTPCR લેબ કાર્યરત કરી છે .

કોવિડ સેન્ટરમાં આધુનિક સાધનો કેમ ઉપલબ્ધ નથી તેનો જવાબ આપવાનો કોવિડ સેંટરમાં હાજર આરોગ્ય અધિકારીઓ નનૈયો ભણયો હતો. સરકારી કોવીડ હોસ્પિટલામાં અપુરતા સાધનોને લઇને નાણાંકીય સધ્ધરતા ધરાવતા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવે છે . ગરીબ લોકો માટે સરકારી કોવીડ સેન્ટરમાં દર્દીઓનો યોગ્ય ઇલાજ થાય તે માટે આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવાય તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...