ધમકી:ખુમાપુર પાટિયે ક્વોરી કેમ બંધ કરાવી કહી કોન્ટ્રાક્ટરને મારમાર્યો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરને ધમકી આપતાં શામપુરના 3 સામે ફરિયાદ

મોડાસાના ખુમાપુર પાટિયા પાસે મોડી સાંજે તે મારા કાકાની ક્વોરી કેમ બંધ કરાવી તેમ કહીને ગામના ત્રણ શખ્સોએ કોન્ટ્રાક્ટરને ગડદાપાટુનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં શામપુરના ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

મોડાસાના શામપુરમાં રહેતા અને કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતો આકાશભાઈ વ્યાસ મોડાસાથી કામ પતાવી બાઇક પર ઘરે આવી રહ્યો હતો. તે દરમિયાન ખુમાપુર પાટિયા પાસે ગામના ત્રણ શખ્સોએ તેને ઊભો રાખીને યશપાલ સિંહ ચૌહાણ તેને કહેવા લાગ્યો કે તે મારા કાકા ભીખુસિંહની ક્વોરી કેમ બંધ કરાવી છે તેવું કરતાં કોન્ટ્રાક્ટરે મેં કોઈ બંધ નથી કરાવી સરકારના નિયમ મુજબ બંધ થઈ હશે તેવું કહેતાં તેઓ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. દરમિયાન તેમની સાથેના અન્ય બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતાં લોકો દોડી આવતાં ઉપરોક્ત ત્રણેય શખ્સો ભાગી છૂટ્યા હતા. આ અંગે આકાશભાઈ ચંદ્રકાંતભાઈ વ્યાસ રહે. શામપુર તા. મોડાસાએ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યશપાલસિંહ નવલસિંહ ચૌહાણ, દીગો ચૌહાણ તેમજ મુકેશભાઈ વક્તુસિંહ ચૌહાણ તમામ રહે. શામપુર મોડાસા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...