ખાતમુહૂર્ત:માલપુર તાલુકાના કાનેરામાં ભગવાન સ્વામિનારાયણના મંદિરનું ખાતમુહૂર્ત

મોડાસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાંથી 1000 હરિભક્તો હાજર રહ્યા

માલપુરના બાવન ગામ લેઉઆ પાટીદાર સમાજના ગૌરવ સમાન પ્રથમ બીએપીએસ મંદિર વિશ્વ વ્યાપી આધ્યાત્મિક BAPS સ્વામિનાયારણ સંસ્થા દ્વારા માલપુરના કાનેરામાં ભગવાન સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરશે જેના ભાગરૂપે શનિવારે કાનેરામાં અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ ધારાસભ્ય અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ખાતમુહૂર્ત પ્રસંગે હિંમતનગર મંદિરના કોઠારી પૂજ્ય મંગલ પુરુષ સ્વામી ઉપરાંત પૂજ્ય નિર્મલ ચરણસ્વામી અને મોડાસાના જાણીતા કાન નાક ગળાના સર્જન ડો. જીતેન્દ્ર પટેલ લેઉવા પાટીદાર સમાજના અગ્રણી ડો. જગદીશભાઈ પટેલ, માલપુર બાયડના ધારાસભ્ય જસુભાઈ પટેલ અને સમગ્ર જિલ્લામાંથી 1000 જેટલા હરિભક્તો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.જેમાં અગાઉ પ્રગટ ગુરુ મહંત સ્વામી એ બોટાદના પ્રસિદ્ધ સારંગપુર ધામમાં તા. 24-09-2021 ના દિવસે પૂજન કરેલ પાંચ ઇંટો સહિત વસ્તુ શાસ્ત્ર મુજબ વિદિક પૂજા કરેલ યંત્રો મંદિરના ગર્તમાં ભારે ઉલ્લાસ હર્ષોલ્લાસ સાથે સ્થાપન કર્યા હતા.

દેશ વિદેશમાં દરેક પ્રકારે શાંતિ થાય તદુપરાંત સંતોએ 2022માં પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી ઉત્સવ નિર્વિઘ્ન અને ધામધૂમપૂર્વક ઉજવાય તે માટે તમામ સંતો ભક્તોની સુખાકારી માટે ધૂન પાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...