તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાલુ કારમાં આગ:મોડાસાના રસુલપુર નજીક ચાલુ કારમાં આગ લાગતાં બળીને ખાખ, 3 નો બચાવ

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાં સવાર સરકારી કર્મચારીઓની નોકરીની સેવાપોથી ખાખ

મોડાસા- હિંમતનગર હાઇવે પર મોડાસાના રસુલપુર પાસે રાત્રે મોડાસા તરફ આવી રહેલી કારમાં અચાનક આગ લાગતાં મુસાફરી કરતા સરકારી કર્મચારી સહિત બે લોકો સમયસૂચકતા વાપરીને બહાર નીકળી જતાં બંનેનો આબાદ બચાવ થયો હતો. જો કે કારમાં આગ ફરી વળતાં સહકારી કર્મીની નોકરીની અસલ અને નકલ સેવાપોથી બળીને ખાખ થઈ ગઈ હતી.

રસુલપુર પાસે રાત્રે હિંમતનગર તરફથી કાર નં. જીજે 35 બી 6411 લઈને મહિસાગર જિલ્લાના સરકારી કર્મી સહિત બે મુસાફરો ઇડર અને તલોદ થઈને મહિસાગર જવા માટે મોડાસા તરફ આવી રહ્યા હતા. દરમિયાન મોડી રાત્રે કારના પાછળના ભાગે આગ લાગતાં ચાલકે રસ્તાની બાજુમાં કાર ઉભી કરીને બહાર નીકળી ગયા હતા. કારમાં મુસાફરી કરતાં સરકારી કર્મીના નોકરીની સેવાપોથી પણ આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી. આ અંગે નિરવભાઈ રમેશચંદ્ર પારઘી રહે. વનવિહાર સંતરામપુર જિ. મહિસાગરે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...