સારવાર દરમિયાન મોત:લોડિંગ રિક્ષાએ પાલકને ટક્કર મારતાં પટકાયેલા કડિયાનું મોત

મોડાસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મોડાસાના સૂકા બજારમાં પટેલ મંઝિલ પાસેની ઘટના
  • મકાનનું પ્લાસ્ટર કામ ચાલતું હતું ત્યારે અકસ્માત સર્જાયો

મોડાસા શહેરમાં સૂકા બજારમાં બેફામ લોડિંગ રિક્ષા હંકારી લાવી ચાલકે કડિયા કામ કરવા ઊભા કરાયેલા પાલકને ટક્કર મારતાં પાલક ઉપર મકાનનું પ્લાસ્ટર કરી રહેલો કારીગર નીચે પટકાતા સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે પોલીસે લોડીંગ રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

મોડાસાના સૂકા બજારમાં આવેલા પટેલ મંઝિલ પાસે નવીન મકાનનું પ્લાસ્ટર બહારની બાજુ ચાલી રહ્યું હોવાથી કડિયા કામ કરતા કારીગરો પાલક બાંધી પ્લાસ્ટર કરી રહ્યા હતા દરમિયાન અચાનક લોડિંગ રીક્ષા નંબર જીજે 31 એક્સ 1748 નો ચાલક બેફામ આવતાં કડીયા કામ કરવા ઉભા કરાયેલા પાલકને ટક્કર મારતાં ઉપર કામ કરી રહેલા શાહરૂખભાઈ ભટ્ટી અને મોહનભાઈ રમણભાઈ ડેડોર નીચે પટકાતા મોહનભાઈને શરીરે ઇજા પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.

જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડાતાં સારવાર દરમિયાન મોહનભાઈ રમણભાઈ ડેડોરનું મોત થતાં ઈશાદ હુસેન મુસ્તુફામિયા મિર્ઝાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...