તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાયડ તા.પં.ની 4 બોરલ અને 13 લીંબ બેઠક બંને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થતાં બંને બેઠકો પર ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. બોરલ બેઠક પર મેન્ડેટમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારનું નામ લખવામાં ભૂલ કરાતા ફોર્મ રદ થયું હતું. જ્યારે લીંબ બેઠક પર દરખાસ્ત કરનારની દરખાસ્ત અમા ન્ય થતાં ઉપરોક્ત બેઠક બિનહરીફ જાહેર થતાં આ બેઠક પર ભાજપે ભગવો લહેરાવ્યો હતો.
બાયડ તા.પં.ની 24 બેઠકો પર ઉમેદવારે નોંધાવેલી ઉમેદવારીના ભાગરૂપે સોમવારે ફોર્મ ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં 4 -બોરલ બેઠક પર કોંગ્રેસમાંથી સોલંકી સંજયસિંહ ડાયાભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ફોર્મ ચકાસણી દરમ્યાન મેન્ડેટ ખોલતાં સંજયસિંહના બદલે અજયસિંહ નામ નીકળતા તેમજ રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિની જગ્યાએ રાષ્ટ્રીય સમિતિ લખેલું બહાર નીકળતા ફોર્મ રદ થતાં ભાજપના અરવિંદસિંહ કેશાજી ઝાલા બિનહરીફ ચૂંટાયા હતા.
બાયડ તાલુકાની 13 લીંબ બેઠક પર કોંગ્રેસના નિષ્પાલસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ફોર્મ ચકાસણી દરમ્યાન ટેકેદારની દરખાસ્ત નામંજૂર થતાં ભાજપના ઉમેદવાર મંજુલાબેનના અદેસિંહ ચૌહાણ બિનહરીફ ચૂંટાયા હતા.
અરવલ્લી જિલ્લા કોંગ્રેસમાં સોંપો પડી ગયો
બાયડ તા.પંચાયતની 2 બેઠકો પ્રથમ તબક્કામાં ફોર્મ ચકાસણી દરમ્યાન બિન હરીફ જાહેર કરતાં કોંગ્રેસના પદાધિકારી અને કાર્યકરોમાં સોંપો પડી ગયો હતો કોંગ્રેસે આક્ષેપ કરતાં જણાવ્યું કે ભાજપે સત્તાની રૂ એ બે બેઠકો પર કબજો કર્યાનો બળાપો ઠાલવ્યો હતો.
ભિલોડામાં જિ.પં.ના 26, તા.પં.ના 88 ફોર્મ માન્ય
ભિલોડામાં સોમવારે ફોર્મ ચકાસણી દરમિયાન ભિલોડાની 7 જિ.પં.ના 41 ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. જે પૈકી 26ના ફોર્મ માન્ય રખાયા છે અને બાકીના 15 ક્ષતિ જણાતાં અમાન્ય ઠેરવ્યા હતા અને 26 તા.પં. માટે 132 ફોર્મ ભરાયા હતા જે પૈકી 88 ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે.44 ફોર્મ ક્ષતિવાળા પૈકી 1 ફોર્મ ગુનાહિત પ્રવૃત્તિમા સંડોવાયેલા હોઈ ફોર્મ અમાન્ય ઠેરવાયું છે.
વિસનગર કાંસા એનએ બેઠક ભાજપના ફાળે
વિસનગર તા.પં.ની કાંસા એનએ-1 બેઠક પર એક જ ઉમેદવારનું ફોર્મ બાકી રહેતાં ભાજપના ફાળે આવી છે. ભાલક, કાંસા એનએ-2 અને કાંસા એનએ-3માં કોંગ્રેસના મેન્ડેટ નહીં આવતાં આ ઉમેદવારોનાં ફોર્મ રદ થયા છે. વિસનગરના ઉદલપુર તા.પં. સીટ માં ભાજપના ઉમેદવાર તરીકે મુકેશભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કનુજી ઠાકોર એ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા જેમાં સોમવારના રોજ હાથ ધરાયેલ ચકાસણીની માં કોંગ્રેસના ઉમેદવાર કનુજી ઠાકોર શૌચાલય ધરાવતા ન હોવાથી તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું જેથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.