આરોપી ઝબ્બે:મોડાસામાંથી રાયોટિંગ અને એટ્રોસીટીનો આરોપી ઝબ્બે

મોડાસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી જિલ્લા પેરોલ ર્ફ્લો સ્કવોડે ઝડપ્યો

અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ કે.એસ. સિસોદિયા અને જિલ્લા રેન્જ લેવલની નાસતા ફરતા ટીમના પીએસઆઇ કે.એન મનાત સ્ટાફ સાથે મોડાસા શહેરી વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

તે દરમિયાન પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હર્ષાબેનને બાતમી મળી હતી કે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાયોટિંગ વિથ એટ્રોસીટીના ગુનામાં સંડોવાયેલો મોડાસાના સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં રહેતો વિનયકુમાર નરેશભાઈ પરમાર છારા મોડાસા-શામળાજી હાઈવે ઉપર આવેલા એટલાન્ટા થિયેટરના કેન્ટીન આગળ ઉભો હોવાની માહિતીના આધારે પોલીસ સ્ટાફ સાથે રેડ કરી આરોપીને ઝડપી નાયબ પોલીસ અધિક્ષક એસ.સી એસ.ટીને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...