તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:સીકા ચોકડી પાસેથી પકડાયેલા દારૂની તપાસ સાબરકાંઠા એલસીબીને સોંપાઈ

ખલીકપુર(મોડાસા)25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દારૂ સહિત 9.93 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની ઝડપાયો
 • દારૂના આરોપીને કોર્ટમાં રજૂ કરતાં 7 દિવસના રિમાન્ડ મંજૂર

સીકા ચોકડી પાસેથી રાજસ્થાનથી વિદેશી દારૂ ભરેલા 2 વાહનો સાથે સ્ટેટ વિજિલન્સની ટીમે 2,29,000 દારૂ મળી 9,93,009 મુદ્દામાલ એક આરોપીને પકડી પાડ્યો હતો. ઇસરી પોલીસ સ્ટેશનમાં 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગેની તપાસ ઇસરી પોલીસ સ્ટેશન કે અરવલ્લી પોલીસ પાસેથી લઈ રેન્જ આઇજીએ સાબરકાંઠા એલસીબીને આ તપાસ સોંપવા આદેશ કરાયો છે.

બુધવારે સવારથી જ સાબરકાંઠા એલસીબીએ આરોપી મનીષ ઉર્ફે મંગાલાજી જીવાજી ગોગરા રાજસ્થાનની અટકાયત કરી આરોપીને કોર્ટમાં રજૂ કરતો વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરી પોલીસ હવાલે કરેલ છે. વધુ આરોપીઓ માટે રાજસ્થાન જવા એલસીબીની ટીમ રવાના થઇ હોવાનું પણ જાણવા મળે છે.

નોંધપાત્ર હકીકત એવી છે કે આરોપીએ સીકા ચોકડી ઉપર 22 વખત રોહિત નામના વ્યક્તિને દારૂની ડિલિવરી કરેલ છે આ વ્યક્તિ કોણ છે તેની તપાસ કરાય તો કોના આશીર્વાદથી આ દારૂ મંગાવો તો હતો ક્યો પૂરો પાડતો હતો તે તપાસમાં ખુલે તેમ છે.

મોબાઇલની કોલ ડિટેઇલ બુટલેગરો રાજ ખુલશે
સીકા ચોકડી પાસેથી પકડાયેલા વિદેશી દારૂના જથ્થા અને દારૂ ડિલેવરી કરવાની હતી તે રોહિતનો મોબાઇલ નંબર તેમજ ડ્રાઈવર પાસે પકડાયેલ મોબાઇલ નંબરની કોલ ડીટેલ અનેક બુટલેગરોના નામ ખૂલે તે માટે ફોન એફ.એસ.એલ.માં અને કોલ ડીટેલ મંગાવવા માટે એલસીબી પોલીસે તપાસ હાથ ધરી હોવાનું પણ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો