રજૂઆત:બોરડી-મહુડી એસટી બસ રૂટ પુન: શરૂ કરવા રજૂઆત કરાઇ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈષ્ણવ તથા જૈન પરિવારોને મહુડી અથવા કોટિયર્ક પહોંચવા માટે બાયડ મોડાસાથી હિંમતનગર વિજાપુર થઈ બે કે તેથી વધુ બસ બદલવી પડે છે

બાયડ એસ.ટી ડેપો દ્વારા વર્ષો જૂનો બોરડી મહુડી એસટી બસ રૂટ પુનઃ શરૂ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઇ છે. અરવલ્લીમાંથી જૈન સંપ્રદાયના તીર્થસ્થાન મહુડી અને વૈષ્ણવ સંપ્રદાયના ભગવાન કોટિયર્ક મંદિર સુધી પહોંચવા માટે બોરડી મહુડી રૂટની એસટી બસ સેવા મુસાફરો માટે વરદાન સમાન ગણાતી હતી. પરંતુ આ એસટી રૂટ એકાએક બંધ કરાતા પુન: શરૂ કરવા માટે મોડાસાના જયેશકુમાર નવિનચંદ્ર શાહ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

એસટી નિગમની ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે અરવલ્લી જિલ્લો તથા તેના આસપાસતા ગામોમાં વૈષ્ણવ પરિવાર તથા જૈન પરિવાર ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી ધરાવતો જિલ્લો છે અને વૈષ્ણવ સંપ્રદાયનું તીર્થ સ્થાન કોટીયર્ક તથા જૈત સંપ્રદાય નું મોટુ તીર્થ સ્થાન મહુડી હોવાથી આ એસટી રુટ મુસાફરો માટે વરદાન સમાન ગણાતો. હાલ વૈષ્ણવ પરિવાર તથા જૈન પરિવારને તથા સિનિયર સિટિઝનો મહુડી અથવા કોટિયર્ક પહોંચવા બાયડ મોડાસા થી હિંમતનગર વિજાપુર થઈ ને બે કે તેથી વધુ બસ બદલી જવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...