કોરોના અપડેટ:અરવલ્લી આરોગ્ય શાખામાં ફરજ બજાવતો કર્મચારી કોરોના સંક્રમિત

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી જિલ્લામાં 127 દિવસ બાદ કોરોનાનો કેસ નોંધાયો
  • હરિદ્વારથી પરત આવ્યા બાદ તબિયત લથડતાં રિપોર્ટ કરવાતાં પોઝિટિવ

અરવલ્લી જિલ્લામાં ચાર મહિના અને એક સપ્તાહ એટલે કે 127 દિવસ બાદ કોરોનાનો કેસ નોંધાયો છે. અરવલ્લી જિલ્લા આરોગ્ય શાખામાં ફરજ બજાવતા અને મોડાસા શહેરની મેઘરજ રોડ પરની જલદીપ સોસાયટીમાં રહેતાં 40 વર્ષે યુવાન હરિદ્વારથી પરત આવ્યા બાદ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા ઉપરોક્ત સોસાયટી વિસ્તારમાં સરવે કામગીરી હાથ ધરાઈ હોવાનું અને કોરોના પોઝિટિવ દર્દી હોમ કોરોના ટાઈ ન થયો હોવાનું આરોગ્ય વિભાગના એકેડેમીક અધિકારી પ્રવીણ ડામોરે જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લા આરોગ્ય શાખામાં ફરજ બજાવતા અને મોડાસા શહેરના મેઘરજ રોડ ઉપરની જલદીપ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય યુવાન ગત સપ્તાહે હરિદ્વાર ખાતે ગયો હતો બાદમાં તે મોડાસા પરત ફર્યા બાદ તેની તબિયત લથડતાં તેને સ્થાનિક અને હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી પરંતુ શરદી-ખાંસી અને તાવના કારણે તેની તબિયતમાં કોઈ સુધારો ન જણાતા તેનામાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા તેના આરટીપી આર ટેસ્ટ મંગળવારે કરવામાં આવ્યા હતા જ્યાં બુધવારે રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...