નિમણુંક:માલપુરના ટુણાદરમાં 75 મતની લીડે મહિલા તબીબ સરપંચ બન્યા

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારને કાર્યક્ષેત્ર બનાવી લોકસેવાના ઉદ્દેશ સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું: સરપંચ

માલપુર તાલુકાની ટુણાદર પંચાયતમાં આદિજાતિ બેઠક ઉપર બે મહિલા ઉમેદવાર વચ્ચે ભારે રસાકસી રહી હતી. આ ચૂંટણીમાં ગામને જ કાર્યક્ષેત્ર બનાવીને લોકસેવાના ઉદ્દેશ સાથે ચૂંટણીમાં ઝંપલાવનાર એમ.બી.બી.એસ ડો. યોગીનીબેન મહેશભાઈ બારિયાનો 75 મત થી વિજય થતાં ટુણાદર ગામમાં હવે એમબીબીએસ મહિલા સરપંચ પંચાયતી રાજ સંભાળશે. ટુણાદર પંચાયતમાં મહિલા આદિજાતિ બેઠક માટે સરપંચ માટે ચૂંટણી યોજાઈ હતી.

2100 ઉપરાંત મતદારો ધરાવતી 7 પેટાપરા ધરાવતી આ પંચાયત વિસ્તારમાં સરપંચ પદ માટે એમ.બી.બી.એસ ઉમેદવાર ડો. યોગીનીબેન મહેશભવનસિંહ બારિયાએ તાજેતરમાં જ એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરી ઘરે આવ્યા હતા દરમિયાન તેમને આ વિસ્તાર ને કાર્યક્ષેત્ર બનાવી લોકસેવાના ઉદ્દેશ સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. ચૂંટણીમાં ડો.યોગીની બેન બારીયાને 665 મળતાં તેમને વિજયી જાહેર કરાયા હતા. જિ.પં.મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન રમીલાબેન પરમાર અને પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમારે અભિનંદન પાઠવ્યા હતા.

ગઢામાં દેરાણી અને જેઠાણીની હાર ધર્મિષ્ઠાબેન પટેલ 101 મતે વિજયી, 11 ઉમેદવારોમાંથી દેરાણીને 13, જેઠાણીને 21 મત મળ્યા
મોડાસાની ગઢા પંચાયતમાં સરપંચ પદ માટે 11 મહિલાઓએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં દેરાણી અને જેઠાણી બંને સરપંચ પદના ઉમેદવારોને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણી જંગમાં સરપંચ પદના તેમની જ જ્ઞાતિના મહિલા ઉમેદવાર ધર્મિષ્ઠાબેન યોગેશભાઈ પટેલનો 101 મતે વિજય થયો હતો મોડાસાની ગઢા પંચાયતમાં દેરાણી અને જેઠાણી બંને મતદાન પણ સાથે જ કરવા ગયા હતા.

2000 ઉપરાંત મતદારો ધરાવતી ગઢા પંચાયતમાં 1830 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ધર્મિષ્ઠાબેન યોગેશભાઈ પટેલ 101 મતની લીડથી વિજેતા જાહેર કરાયા હતા જોકે તેમના હરીફ મહિલા ઉમેદવારને 400 જેટલા મત મળ્યા હતા મહિલાઓ વચ્ચે ખેલાયેલા રસાકસીભર્યા ચૂંટણી જંગમાં દેરાણીને 13 અને જેઠાણીને 21 મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...