બેઠક:અરવલ્લી જિલ્લાના ગ્રામ પંચાયતના VCEની યોજાયેલી બેઠકમાં પડતર માંગોનો પ્રશ્ન ઉછળ્યો

મોડાસા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાના દેવરાજધામમાં મળેલી બેઠકમાં હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ

અરવલ્લી જિલ્લા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર સાહસિક મંડળની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની બેઠક મોડાસા દેવરાજધામમાં મળી હતી જેમાં વીસીઇ સભ્યોની છેલ્લા કેટલાય સમયથી પડતર માંગણીઓનો પ્રશ્ન ઉછળ્યો હતો. બેઠકમાં સભ્યોને હોદેદારો દ્વારા પડતર માગણીઓ પ્રશ્ને આગળની રણનિતી ઘડાઇ હતી. વ્યવસ્થાપક કમિટીની સભા દરમિયાન પ્રમુખ મંત્રી સહિતના હોદ્દેદારોની બિનહરીફ સર્વાનુમતે વરણી કરાઇ હતી.

મોડાસાના દેવરાજ મંદિરના પરિસરમાં મોડાસા ,માલપુર, મેઘરજ ,બાયડ, ધનસુરા અને ભિલોડા તાલુકાની વ્યવસ્થાપક કમિટીના સભ્ય તથા જિલ્લાના વીસીઇ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પોતાની પડતર માંગણીઓના પ્રશ્ને ચર્ચા વિચારણા કરી હતી. આ દરમિયાન નવનિયુક્ત હોદ્દેદારોની નિમણૂંક કરાઇ હતી અને લાંબા સમયથી પડતર માંગણી બાબતે ચર્ચા કરી કરી આગળની રણનિતી ઘડાઇ હતી.

સભામાં પ્રમુખ તરીકે કિરીટભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે રાકેશભાઈ પટેલ,મહામંત્રી તરીકે ગૌરીશંકર પટેલ, ખજાનચી તરીકે પરમાર સંદિપકુમાર નાથુસિંહ,સહમંત્રી તરીકે ભગોરા સંજય કુમાર કકબાજી,મીડિયા કન્વીનર તરીકે રોહિતકુમાર ભાઈચંદભાઈ, વ્યવસ્થાપક કમિટીના સભ્ય તરીકે ભોઈ વિજયકુમાર કાળાભાઈ ખરાડી હેરિસનભાઈ જે. કોટવાળ રામસિંહ રમેશભાઈ અને રાઠોડ જયપાલસિંહ ઉદેસિંહની નિમણૂક કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...