હાલાકી:મોડાસાના બાજકોટ છાપરામાં ખેતરમાં જંગલી ભૂંડોએ મકાઇનો સોંથ વાળી દીધો

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મકાઇમાં ડોડા તૈયાર થવાના સમયે જ પાકને રફેદફે કરી નાખ્યો

મોડાસાના બાજકોટ છાપરામાં આવેલી બે એકરમાં વાવણી કરેલ મકાઈનો પાકનો એક જ રાતમાં જંગલી ભૂંડના ટોળાએ સોંથ વાળી ખેડૂત પરિવાર માથે આભ ફાટવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બાજકોટ છાપરાના ખેડૂત હેમંતભાઇ મકવાણાએ પોતાની બે એકર જમીનમાં બે માસ અગાઉ મકાઈના પાકની વાવણી કરી હતી.

મકાઈમાં ડોડા તૈયાર થવાના સમયે જંગલી ભૂંડ ઉભા પાકમાં ઘૂસતાં પાક ને એક જ રાત્રિમાં રફેદફે કરી આખા ખેતરમાં રહેલો મકાઈના પાકનો સોંથ વાળી તૈયાર થયેલા પાકમાં નુકસાની કરી મકાઈના ડોડાનો ઠેરઠેર બગાડ કરતાં ખેડૂતને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. જંગલીભૂંડ અને નીલગાયના ટોળા રાત્રી દરમિયાન ઉતરી પડતાં હોવાથી ખેડૂતોને પાકની સુરક્ષા માટે વગડામાં ધામા નાખવાની ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...