તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ગેરકાયદે વીજ કનેક્શનો આપવા મામલે મોડાસા વીજ કંપનીના જૂ. ઇજનેર સસ્પેન્ડ, મોડાસા શહેરના સર્વોદય નગર ડુંગરી વિસ્તારમાં સરકાર દ્વારા લાભાર્થીઓને આપેલા વીજ કનેક્શન પાકા મકાનોમાં રહેતા લોકોને આપ્યાનું તપાસમાં ખૂલ્યું

મોડાસા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોડાસાના વીજ કંપનીના જૂનિયર ઇજનેર એસ.એન.પટેલને મોડાસા શહેરના સર્વોદય નગર ડુંગરી વિસ્તારમાં ગેરકાયદે વીજ કનેક્શનો આપવા મુદ્દે સસ્પેન્ડ કરાયા છે. ઇજનેરે લોકોને વીજ કંપનીના નિયમોનો ભંગ કરીને તેમજ કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ અધિકારીએ પગલાં લીધા હતા.સર્વોદય નગર ડુંગરી વિસ્તારમાં ગરીબ લાભાર્થીઓ અને ઝૂંપડપટ્ટી યોજનાના લાભાર્થીઓને ફાળવતાં વીજ કનેક્શનો આજ વિસ્તારમાં રહેતા અને પાકા મકાન ધરાવતા લોકોને વીજ કનેક્શન આપી દેવાતા વીજ કંપનીમાં ફરિયાદ ઉઠી હતી.

પરિણામે હિંમતનગર વીજ કંપનીની વિજિલન્સ ટીમ દ્વારા ઉપરોક્ત વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જેમાં મોડાસા વીજ કંપનીના જૂનિયર ઇજનેર એસ.એન.પટેલે વીજ જોડાણ એટલે કે વીજમીટર આપવામાં કંપનીના નિયમો અને નિયમનનો ભંગ કરી વીજ કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ તેમને તાત્કાલિક અસરથી અધિકારી દ્વારા તેમને ફરજ મોકૂફ નો આદેશ કર્યો હતો.

સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ હેઠળ મોડાસા શહેરના સ્લમ વિસ્તાર અને ડુંગરી વિસ્તાર, હરિજન વાસ તેમજ રાણા સૈયદ અને ચાંદટેકરી વિસ્તારમાં ગરીબ લાભાર્થીઓને તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લાભાર્થીઓને વીજમીટર સરકાર દ્વારા ફાળવાયા હતા. પરંતુ અધિકારીઓ કર્મચારીઓની મિલીભગતના કારણે અસંખ્ય ગરીબ લાભાર્થીઓના વીજ કનેક્શન પાકા મકાનો ધરાવતા લોકોને ફાળવી દીધા હોવાની બૂમ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો