મારામારી:શામળાજીમાં ઇકોના ચાલકને 8 જણે દોડાવી મારતાં ગુનો નોંધાયો

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શામળાજીમાં તું અહીંયા થી પેસેન્જર કેમ ભરેછે કહી રિક્ષામાં હથિયારો સાથે આવેલા આઠ જેટલા શખ્સોએ ઇકોચાલકને ગડદાપાટુનો મારમારીને બસ સ્ટેશન વિસ્તારમાં દોડાવીને મારમારતાં શામળાજી પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો વિરુદ્ધ નામજોગ સહિત આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

શામળાજી પાસેના દહેગામડાના નવલસિંહ જાડેજા શામળાજીમાં ઇકો લઈ ઊભા હતા. તે દરમિયાન રિક્ષામાં અને અન્ય જગ્યાએથી લાકડીઓ અને લોખંડની પાઇપ લઈ આવેલા 8 જેટલા શખ્સો કહેવા લાગ્યા કે તું અહીંયાથી પેસેન્જર કેમ ભરે છે. તેમ કહીને તેમણે ઇકો ચાલકને ગાડીમાંથી બહાર ખેંચી ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન મારથી બચવા ઇકોચાલક બસ સ્ટેશન તરફ ભાગવા જતાં તેનો પીછો કરીને તેને ત્યાં પણ ગડદાપાટુનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. નવલસિંહ દિલુસિંહ જાડેજા રહે. દહેગામડાએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જયંતિભાઈ શકરાભાઈ ભણત રહે. અણસોલ અને અન્ય ચાર અજાણ્યા શખ્સો, બિપીનભાઈ શકરાભાઈ ભણાત, દિનેશ ઉર્ફે અન્નો રહે. વેણપુર તા. ભિલોડા અને વિરેન્દ્ર ઉર્ફે વીરુ કટારા રહે વેનપુર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...