અરવલ્લીમાં ગામડાઓની પ્રજાને શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકાર ના પાણી પુરવઠા વિભાગ દ્વારા નલ સે જલ યોજનાનું અમલીકરણ કરાતાં જિલ્લાના 284 ગામડાઓના છેવાડાના માનવી સુધી પાણી પહોંચે તે માટે નળ કનેક્શન અપાયા હતા. જિલ્લામાં હજુ 391 બાકી રહેલા ગામડામાં ઘેર ઘેર પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કુલ 675 ગામોમાંથી 284 ગામોના 2,90,778 ઘરોમાંથી 89054 ઘરોને ઘરજોડાણ હેઠળ આવરી લેવાયા છે.
જિલ્લામાં નળ કનેક્શન હેઠળ 118847 ઘરોમાં નળ કનેક્શન હયાત હોવાનું તથા 82877 ઘરોમાં નળ કનેક્શન બાકી રહેલ હોવાનું અને પાણી પુરવઠાને નલ સે જલ યોજના હેઠળ 259 ગામોના 43371 કામો પ્રગતિમાં હોવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવાયું હતું. પાણી પુરવઠા વિભાગના અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 37 ગામોના 9852 ઓનલાઈન ટેન્ડર કરેલ છે. મંજૂર થયેલ યોજનાની ટેન્ડર હેઠળ 29 ગામના 12787 ઘર જોડાણ બાકી રહેલ છે. બેઠકમાં ડીડીઓ શ્વેતા તેવટિયા, નિયામક તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.