તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેદભાવ:મોડાસાના નાંદીસણમાં દલિત દીકરીને વરઘોડાથી નીચે ઉતારી ઘરે મોકલી દેવાઈ, યુવતીના ભાઈના માથેથી સાફો પણ ઊતરાવી દીધો

મોડાસા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ગામમાં વરઘોડો નીકળ્યો. - Divya Bhaskar
ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ગામમાં વરઘોડો નીકળ્યો.
 • વરઘોડાને બે કલાક સુધી રોકી રખાયો, અન્ય શખસને લાફા માર્યા
 • હુમલો કરનાર પિતા અને પુત્ર બંને જેલહવાલે

મોડાસાના નાંદીસણમાં દલિત સમાજની દીકરીના લગ્ન હોવાથી ગામ વચ્ચે સોમવાર સાંજે વરઘોડો નીકળતાં ઘોડા પર બેઠેલી દીકરી કે જેના લગ્ન હતા તેને નીચે ઉતારીને ઘરે ચાલતી મોકલતાં નાંદીસણના પિતા-પુત્ર સામે પોલીસે ગુનો નોંધીને બંનેને જેલહવાલે કર્યા હતા. દરમિયાન દીકરીના ભાઇના માથેથી સાફો પણ ઊતરાવી દીધો હતો અને અન્ય શખસને લાફા પણ માર્યા હતા. દરમિયાન વરઘોડાને ગામ વચ્ચે બે કલાક રોકી પણ રખાયો હતો. ગામમાં કોઇ ઘટના ન ઘટે એ માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લગ્ન વસંતપંચમની દિવસે મંગળવારે યોજાયા હતા.

નાંદીસણમાં સોમવાર સાંજે દલિત સમાજની દીકરીના લગ્ન હોવાથી ગામમાં તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. દરમિયાન સોમવાર મોડી સાંજે ગામના જ પિતા-પુત્ર ધર્મરાજસિંહ જયેન્દ્રસિંહ ચૌહાણ અને જયેન્દ્રસિંહ પદમસિંહ ચૌહાણ દ્વારા 6.30 કલાકે વરઘોડાને ઓટલાવાળા ચોકમાં કાર આગળ મૂકી રોકી દીધો હતો. તદઉપરાંત દીકરીના ભાઈ ધવલકુમારને ધર્મરાજસિંહ ચૌહાણે એકબાજુ બોલાવીને તારા માથે પાઘડી ઉતારી દે તને શોભતી નથી મને આપી દે કહી જાતિ અપમાનિત કર્યો હતો.

પોલીસ બંદોબસ્ત વચ્ચે જાનૈયાઓએ ગામમાં બેન્ડબાજા અને સાફાધારણ કરી ગામમાં વાજતેગાજતે વરઘોડો કાઢ્યો હતો.
પોલીસ બંદોબસ્ત વચ્ચે જાનૈયાઓએ ગામમાં બેન્ડબાજા અને સાફાધારણ કરી ગામમાં વાજતેગાજતે વરઘોડો કાઢ્યો હતો.

દરમિયાન ગીરીશભાઈ રામાભાઈ પરમાર રહે. મેઢાસણ તા. મોડાસાને લાફા મારીને વરઘોડો અટકાવી દીધો હતો. ઘોડા પર બેઠેલ સુનિતાબેનને નીચે ઉતારી ચાલતી ઘરે મોકલી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પરિવારે અરવલ્લી પોલીસનો સંપર્ક કરતા પોલીસ કાફલો નાંદીસણ દોડી જઇ મામલો સંભાળી લીધો હતો. આ અંગે ધવલકુમાર સોમાભાઈ પરમારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધર્મરાજસિંહ જયેન્દ્રસિંહ ચૌહાણ અને જયેન્દ્રસિંહ પદમસિંહ ચૌહાણ બંને વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને જેલ હવાલે કર્યા હતા. કેસની આગળની તપાસ એસટી એસસી સેલના ડીવાયએસપી વિશાલ રબારી હાથ ધરી છે.

15 વર્ષ અગાઉ પણ આ પરિવાર સાથે મગજમારી થઈ હતી
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ધવલકુમાર પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 15 વર્ષ અગાઉ તેમના પિતા સોમાભાઈ પરમાર ડેરીમાં દૂધ ભરવા ગયા હતા ત્યારે બરણી અડી જતાં પોલીસ ફરિયાદ થઈ હતી.

ચુસ્ત પોલીસ કાફલા વચ્ચે ગામમાં વરઘોડો નીકળ્યો
ગામમાં વસંત પંચમીને મંગળવારે દલિત સમાજની દીકરીની જાન આવતા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું અને જાનૈયાઓએ ગામમાં બેન્ડબાજા અને સાફાધારણ કરી ગામમાં વાજતેગાજતે વરઘોડો કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો