સમસ્યા:મોડાસામાં વાલ્મિકી સમાજના છાપરાં આગળ દીવાલ બનાવી રસ્તો બંધ કર્યો

મોડાસા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારોને અવરજવરમાં મુશ્કેલી ઉભી થતાં રસ્તો ખુલ્લો કરાવવા પાલિકામાં આવેદન

મોડાસાના સર્વોદયનગર ડુંગરી વિસ્તાર લસણીયાવાસમાં 40 વર્ષથી રહેતા નાનાભાઈ રૂપાભાઈ વાલ્મિકીના છાપરા આગળ રસ્તા ઉપર સ્થાનિકકો દ્વારા દીવાલ કરી રસ્તો બંધ કરી દેતાં ગરીબ પરિવારોને અવરજવર માટે મુશ્કેલી ઉભી થતાં આ રસ્તો તાત્કાલીક ખુલ્લો કરાવવા વાલ્મીકિ સંગઠન અને પરિવાર દ્વારા પાલિકાના મુખ્ય અધિકારી અને સત્તાવાળાઓને આવેદન આપી રજૂઆત કરાઇ હતી

વાલ્મીકિ સંગઠનના પ્રમુખ લાલજી ભગત અને મોડાસાના સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં લસણીયાવાસમાં રહેતા પરિવાર દ્વારા પાલિકા સત્તાવાળાઓને આપેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે મોડાસા ડુંગરી વિસ્તાર લસણીયાવાસમાં 40 વર્ષથી રહેતા વાલ્મિકી નાનાભાઈ રૂપાભાઈ અને મુકેશભાઈ લાલાભાઈ વાલ્મિકી રસ્તા પરના કચરામાંથી પ્લાસ્ટિકી વિણી પરિવારનું ગુજરાન ચલાવે છે અને પોતે અભણ હોવાના કારણે સરકાર તરફથી મળતી કોઈ યોજનાઓનો પણ લાભ મળેલ નથી.

ત્યારે છાપરામાં રહેતા ઉપરોકત બંને ગરીબ પરિવારના છાપરા આગળ તે જ વિસ્તારમાં રહેતા સ્થાનિકકોએ આર.સી.સી. દીવાલ બનાવી રસ્તો બંધ કરી દીધો છે અને તેમના ઘર આગળ બે છાપરા હતા તે પણ જેસીબીથી તોડી નાખ્યા છે. ગેરકાયદે દીવાલ દૂર કરવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...