તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની ઘોર બેદરકારી:મોડાસાના શ્રમિકના ઘરમાં માત્ર ટ્યુબલાઈટ અને પંખો ને UGVCLએ રૂ. 6.32 લાખનું બિલ ફટકાર્યું

મોડાસા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
શ્રમિક પરિવારે કંપની પર ગોટાળો કરવાનો આક્ષેપ કર્યો - Divya Bhaskar
શ્રમિક પરિવારે કંપની પર ગોટાળો કરવાનો આક્ષેપ કર્યો

મોડાસા શહેરના એલાયન્સ નગરમાં રહેતા શ્રમિક પરિવારને ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા રૂ. 6,32,583 નું ઘર વપરાશનું લાઈટ બિલ ફટકારતાં પરિવારના હોશ ઉડી ગયા હતા. પરિવારના મોભીનું કહેવું છે કે મકાનમાં માત્ર એક ટ્યુબલાઈટ અને એક પંખાનો વીજ પાવરનો વપરાશ હોવા છતાં આટલું મોટુ લાઈટ બિલ ફટકારતાં વીજ કંપનીની બેદરકારી સામે આવી છે.

UGVCL દ્વારા મોડાસાના એલાયન્સ નગરમાં રહેતા શેખ સિરાજભાઈ મહંમદભાઇના નામનું ઘર વપરાશનું રૂ. 6,32,583નું લાઈટ બિલ ફટકારતાં મકાનમાલિકના પરિવારમાં અને આજુબાજુના લોકોમાં અચરજ ફેલાઈ છે. આપરિવાર નું કહેવું છે કે અગાઉ ઘર વપરાશનુ લાઇટ બિલ 300 થી 400 રૂપિયા આવતું હતું. જે વધીને લાખોમાં ફેરવાઇ જતા વીજ કંપનીએ મોટો ગોટાળો કર્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો.

મકાનમાં માત્ર એક ટ્યુબલાઇટ અને પંખો હોવા છતાં આટલું મોટું લાઈટ બિલ આવતા વીજ કંપની છબરડો થયો હોવાનું માનીને પરિવાર વીજ કંપનીની મોડાસાની કચેરીએ ધરમ ધક્કા ખાવાના શરૂ કર્યા છે. જોકે વીજ કંપનીના કર્મીઓ લાઈટ બિલ અંગે તપાસ હાથ ધરી ઘટતું કરવા પરિવારને સાંત્વના આપી છે.

અન્ય સમાચારો પણ છે...