વિવાદ:મોડાસામાં ઉઘરાણી બાબતે બે વેપારીઓ જાહેર માર્ગે બાખડ્યાં

મોડાસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેઝબોલ સ્ટીકથી હુમલો કરતાં 4 સામે ફરિયાદ

મોડાસાના શ્યામસુંદર શોપિંગ સેન્ટર આગળ બે વેપારીઓ વચ્ચે લેતી-દેતી મામલે મારામારી થતાં સામસામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બે વેપારીઓ સહિત ચાર સામે ગુનો નોંધાયો હતો. મોડાસાના શ્યામસુંદર શોપિંગ સેન્ટરમાં બાલાજી ગારમેન્ટ નામની દુકાન ધરાવતા જીતુભાઈ ચૌધરી મારવાડી અને મોડાસા પોસ્ટ ઓફિસ પાસે રાજ ગારમેન્ટસની દુકાન ધરાવતા રાજેશકુમાર ખીલ વાણી વચ્ચે બપોરના સમયે શ્યામસુંદર શોપિંગ સેન્ટર આગળ જાહેર રસ્તા ઉપર ઉઘરાણી બાબતે બંને વેપારીઓ વચ્ચે બોલાચાલી દરમિયાન મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી અપાતાં.

તેમ જ આ ઝઘડામાં અન્ય બે શખ્સોને બોલાવીને વેપારીને બેઝ બોલની સ્ટીકથી મારતાં બંને વેપારીઓએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે રાજેશકુમાર પુરાણલાલ ખીલવાણી રહે. પાવનસીટી મોડાસાની ફરિયાદના આધારે જીતુભાઈ હીરારામ ચૌધરી રહે. કુમકુમ સોસાયટી, છોટુભાઈ દેસાઈ, રહે. ઉદયનગર, ધનીભાઈ વણઝારા રહે. સર્વોદયનગર મોડાસા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જ્યારે સામે પક્ષે જીતુભાઈ હીરારામ ચૌધરીની ફરિયાદના આધારે પોલીસે રાજેશકુમાર પુરણલાલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...