તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • In Modasa, The Wheels Of 200 Trucks Came To A Standstill Without Apprehending The People Who Were Throwing Money At The Truck Owners.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:મોડાસામાં ટ્રકમાલિકો પાસે રૂપિયા પડાવનારા શખ્સો ન ઝડપાતાં 200 ટ્રકોના પૈડા થંભી ગયા

મોડાસા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટ્રક માલિકો પાસે પૈસા પડાવનારા અને ધમકી આપનારા સામે કાર્યવાહી કરવા આવેદન

મોડાસામાં ટ્રક માલિકોને ધમકી આપી પૈસા પડાવતા હોવાની ફરિયાદ ટ્રક એસો. મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પરંતુ ટ્રકમાં ઘેટા બકરાનું વહન કરતાં ટ્રક માલિકો ને જેલમાં નાખી દેવાની અને માલ અને ગાડી જપ્ત કરીને ધાક ધમકી આપતથાં 200 જેટલી ટ્રકો ઉભી કરી દીધી હોવાનું કલેક્ટરને આપેલા આવેદનમાં જણાવ્યું છે.

આવેદનમાં જણાવ્યું છે કે મોડાસાના ટ્રકચાલકો પાસે જરૂરી પાસ પરમીટ હોવા છતાં તેમની ટ્રકોને રોકીને માલ જપ્ત કરીને ખોટા પોલીસ કેસ કરી જેલ માં નાખવાની ધમકી આપીને રૂપિયા પડાવવામાં આવતા ટ્રક એસો.ના પ્રમુખ દ્વારા મોડાસાના 4 અને મહારાષ્ટ્રના 1 શખ્સ વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો હતો. તેમ છતાં પણ ટ્રક માલિકોને જેલ માં નાખવાની અને ગાડી માલ સહીત જપ્ત કરવાની ધમકી આપતાં ગભરાયેલા ટ્રક માલિકો છેલ્લા પંદર દિવસથી 200 જેટલી ટ્રકો ઉભી કરી દીધી હોવાનું આવેદનમાં જણાવ્યું છે. ટ્રક માલિકો પાસે પૈસા પડાવનાર અને ધમકી આપનાર લોકો સામે સખત કાર્યવાહી થાય તે માટે એસો. દ્વારા આવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો