તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:મોડાસામાં પરિણીતાને દહેજના રૂ. પાંચ લાખની માગણી કરી ત્રાસ આપી કાઢી મૂકતાં 3 સામે ગુનો

મોડાસા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાસરિયાની ચડામણીથી સગર્ભાને મારતાં ગર્ભપાત થયાનો ફરિયાદમાં આક્ષેપ

મોડાસાના કોલેજ રોડ પર આવેલી હુસેની સોસાયટીમાં રહેતી મહિલાને સાસરિયાઓની ચડામણીથી પતિ દ્વારા વારંવાર દહેજ પેટે રૂ. 500000 ની માગણી કરી તેને શારીરિક માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી અપાતા મહિલાએ મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે પતિ સાસુ-સસરા અને જેઠાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મોડાસાની હુસેની સોસાયટીમાં રહેતા ઈર્શાદ હુસેન ગુલામહુસેન મલિક ની પુત્રી કનીજ ફાતિમાના લગ્ન ચાર વર્ષ અગાઉ ભેરુંડા બાયપાસ પર રહેતા મોહમ્મદ જુનેદભાઈ મલેક સાથે થયા હતા. સાસુ-સસરા અને જેઠાણી ચડામણીથી પતિ દ્વારા મહિલા અને અવારનવાર શારિરીક માનસિક ત્રાસ આપી ગડદાપાટુનો માર મારી અને સાસરિયાઓ મહિલાને વારંવાર કહેતા હતા કે કરિયાવરમાં તારા બાપના ઘરેથી કંઇ પણ લાવી નથી તેથી પાંચ લાખ રૂપિયા દહેજના વારંવાર માંગણી કરી મહિલાને હેરાન પરેશાન કરતા તેમજ પતિ તારા કહેતો હતો કે તું મને ગમતી નથી મારે બીજા લગ્ન કરવા છે તું તારા બાપના ઘરે ચાલી જા નહિતર જાનથી મારી નાખીશું અમારા હાથ બહુ લાંબા છે.

સામાજિક સમજાવટ બાદ મહિલાને પરત સાસરીમાં મોકલવામાં આવી હતી ત્યારબાદ મહિલાને લગ્નમાં મળેલ ભેટ સોગાદો તેમજ રોકડ રકમ 10,000 તેમજ દાગીના પડાવી લઇને આ મહિલા સગર્ભા હોવા છતાં તેને મારતાં ગર્ભપાત થઈ ગયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરેલ છે. મહિલાએ મોહંમદ ઝુનેદ ભાઈ મલેક પતિ તેમજ મહંમદ રફીક ગુલામ હુસેન મલેક સસરા અને વહીદા બાનું મોહમ્મદ રફીક રહે ભેરુંડા રોડ બાયપાસ તેમજ તવીરબાનુ મોહમ્મદ રિઝવાન મલેક રહે. ખાડિયા ફળી ભાવસાર વાળા મોડાસા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો