તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મોડાસામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળશે

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા અગાઉ કલેક્ટર પાસે મંજૂરી માંગી હતી પણ જવાબ ન મળતાં સમિતિએ નિર્ણય કર્યો

મોડાસામાં ભગવાન જગન્નાથની 39 મી રથયાત્રા નગરમાં કાઢવા માટે કલેક્ટર પાસે અગાઉ રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી. પરંતુ મંજૂરી નો કોઈ જવાબ ન મળતાં મહામારીને ધ્યાનમાં રાખીને રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા દ્વારા તા.12 જુલાઈને સોમવારે અષાઢી બીજના દિવસે શહેરમાં નીકળનારી 39 મી રથયાત્રા બાળકનાથજી મંદિર પરિસરમાં નીકાળવા માટે નિર્ણય કરાયો છે.

મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ કિરીટભાઈ બી. સુથાર અને મંત્રી ભરતકુમાર ભાવસારે ડેપ્યુટી કલેક્ટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે તા.12 જુલાઈ સોમવાર અષાઢી બીજના દિવસે મોડાસામાં 39 મી રથયાત્રાની મંજૂરી માટે તા. 6 જૂન ના રોજ લેખિતમાં જાણ કરાઇ હતી. જોકે રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા એક માસ અગાઉ તૈયારી કરાય છે.

મંજૂરી નો જવાબ ન મળતાં શ્રી જગન્નાથજીની રથયાત્રા નગરયાત્રા કાઢવાનો સમય ખૂબ જ ઓછો હોઇ રથયાત્રા ઉત્સવ સમિતિ ની જનરલ બેઠક બોલાવી સર્વાનુમતે ઠરાવ કરી રથયાત્રા 12 જુલાઈના રોજ મોડાસા શહેરમાં માત્ર સગવાડા નાકે આવેલ બાલકનાથજી મંદિર પરિસરમાં કાઢવાનું ઉત્સવ સમિતિ દ્વારા ઠરાવાયું હતું.

સમિતિ દ્વારા ત્રીજી લહેર નેધ્યાનમાં રાખીને ઉપરોક્ત નિર્ણય કરાયો છે. આ સાથે સરકારી નિયમોનું પાલન જરૂરી માસ્ક એક મીટરની દૂરી અને સેનેટાઈઝરનો જરૂરી ઉપયોગ કરવા પણ આયોજન કરાયું હોવાનું મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિના મંત્રી ભરતભાઈ ભાવસારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...