ફરિયાદ:મોડાસામાં પરિણીતાને ત્રાસ આપી તગેડી મૂકી

મોડાસા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાની સાસરિયા સામે ફરિયાદ

મોડાસામાં તમન્નાપાર્ક સોસાયટીમાં રહેતી પરિણીતાને પતિ અને સાસરિયા દ્વારા શારિરીક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરી હાંકી કાઢતાં મહિલાએ મોડાસા મહિલા પોલીસમાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.મોડાસાની નવજીવન સોસાયટીમાં મખદુમ હાઈસ્કૂલ સામે રહેતી રેહાનાબેનના લગ્ન છ વર્ષ અગાઉ મહંમદ હનીફ અબ્દુલ સલામ દાદુ સાથે થયા હતા.

મહિલાને સંતાન બાબતે સાસરિયાઓ દ્વારા ત્રાસ આપી પતિ વારંવાર તેને મારી ઘરેથી કાઢી મૂકતાં રેહાનાબેને મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે મહંમદ હનીફ અબ્દુલ સલામ દાદુ રહે તમન્ના પાર્ક, ફાતમાબેન અબ્દુલ સત્તારભૂરા, શાહીનબેન ગુલામમહંમદ ગુજરાતી રહે. ઝલક રેસીડેન્સી, શઈદભાઈ અબ્દુલસત્તાર ભૂરા રહે. ફેજાનપાર્ક, મહંમદ સલીમ અબ્દુલ સત્તાર રહે. મોડાસા અને જાહેદાબેન યુનુસભાઇ બાંડી રહે. નક્ષબંધ સોસાયટી મોડાસા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...