તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મોડાસામાં બિલ વિના જૂના મોબાઇલ વેચતાં બે સગીર સહિત 3 શખ્સ ઝબ્બે

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
SOGએ બિલ વિનાના 25 મોબાઇલ પકડ્યા - Divya Bhaskar
SOGએ બિલ વિનાના 25 મોબાઇલ પકડ્યા
  • એસઓજીએ 25 મોબાઇલ કબજે લીધા, કુલ 2.99 લાખની મત્તા જપ્ત

અરવલ્લી એસઓજીએ મોડાસાના લીમડા તળાવ પાસે રેડ કરી બિલ વિના મોબાઇલ વેચતા બે સગીર સહિત ત્રણ શખ્સોને 25 મોબાઇલ સાથે રૂ. 2.99 લાખના મોબાઇલ અને રોકડ સાથે ઝડપી લીધા હતા. શહેરના અનેક વિસ્તારોમાં નવા અને જૂના બિલ વિનાના મોબાઈલનું ગેરકાયદે વેચાણ થતું હોવાની બૂમ ઉઠતાં પોલીસવડાએ એસઓજીને સૂચના આપતાં સોમવાર માંડી સાંજે મોડાસાના ડુંગરવાડા રોડ પાસે લીમડા તળાવના મહાકાળી માતાજીના મંદિર પાસે શહેરના બે સગીર બિલ વિના જૂના મોબાઇલ લે વેચ કરતા હોવાની માહિતીના આધારે એસઓજીના પી.આઇ જેપી ભરવાડે સ્ટાફ સાથે રેડ કરતાં બે સગીર પાસેથી તેમજ મોડાસા શહેરના સૂકા બજાર બુલા ફળીમાં મદીના બેનના ઘરે રેડ કરીને સફવાન રફિકભાઈ હુસેનભાઇ દાદુને ઝડપી પાડ્યો હતો.

એસ.ઓ.જીએ સગીર અને ઉપરોક્ત શખ્સ પાસેથી જુદી જુદી કંપનીના જુના વપરાયેલા 25 મોબાઇલ, રોકડ, 1350 સહિત કુલ 2,99,350 નોમુદ્દામાલ કબજે લઇને બે સગીર સહિત ત્રણ શખ્સોની પૂછપરછ એસઓજીએ હાથ ધરી છે.

બે સગીર પકડાતાં પોલીસ પણ ચોંકી
ગેરકાયદે મોબાઈલનું બિલ વગર વેચાણ કરતા બે સગીર ઝડપાતાં પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી. કારણકે બંને કિશોરો પાસેથી આટલો મોટો રૂ. 3 લાખ જેટલી કિંમતનો મોબાઈલનો જથ્થો ક્યાંથી આવ્યો અને બિલ વગરના આ મોબાઈલ ચોરીના છે કે પછી ક્યાંથી આવ્યા તે દિશામાં એસઓજીએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...