વિરોધ:માલપુરમાં હાઈવે પર ખાડા ન પૂરતાં ગ્રામજનોનો હાઇવેજામ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માલપુરમાં નેશનલ હાઇવે પર ખાડા ન રિપેર કરતાં ગ્રામજનોએ હાઇવે જામ કર્યો હતો. - Divya Bhaskar
માલપુરમાં નેશનલ હાઇવે પર ખાડા ન રિપેર કરતાં ગ્રામજનોએ હાઇવે જામ કર્યો હતો.
  • માલપુર-લુણાવાડા નેશનલ હાઈવે પર વાહનોની લાંબી લાઇનો લાગી
  • ગ્રામજનોએ રોડ પરના ખાડામાં વૃક્ષારોપણ કરીને વિરોધ દર્શાવ્યો

માલપુરમાંથી પસાર થતાં મોડાસા ગોધરા નેશનલ હાઈવે પર છેલ્લા કેટલાય સમયથી મોટા ખાડા પડતાં વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાતાં માલપુર ગ્રામજનો દ્વારા એલ એન્ડ ટી કંપનીમાં રજૂઆત કરવા છતાં ખાડા રિપેર ન કરતાં સોમવારે માલપુર ગ્રામજનોએ વિવિધ બેનરો સાથે રસ્તો રોકી આંદોલનનો માર્ગ અપનાવતાં માલપુર લુણાવાડા નેશનલ હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી. માલપુર પોલીસ દોડી આવી આંદોલનકારી લાલજી ભગત સહિત આંદોલનકારીઓની અટકાયત કરી હતી.

માલપુર ગ્રામજનોએ નેશનલ હાઇવે વચ્ચે ચાર રસ્તા ઉપર પડેલા ખાડામાં વૃક્ષારોપણ કરીને અનોખો વિરોધ કર્યો હતો.માલપુરના ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું કે શામળાજી થી ગોધરા નેશનલ હાઈવે ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને ખાડાના કારણે અકસ્માતનો ભય સતાવ્યા કરે છે. નેશનલ હાઈવે ઉપરથી પસાર થતાં વાહનચાલકો પાસેથી ટેક્સ ઉઘરાવવા છતાં જવાબદાર કંપની દ્વારા ખાડા ન પૂરતાં ગ્રામજનોની હાલત કફોડી બની છે.

અન્ય સમાચારો પણ છે...