માલપુરમાં હાઇવેથી સરકારી હોસ્પિટલ વચ્ચેનો રસ્તો ઉબડખાબડ હોવાના કારણે વાહનચાલકોને અને દર્દીઓને અને પ્રસૂતાને વાહનમાં લઇ જવાતા ત્યાંથી પસાર થવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી સત્તાવાળાઓ આ રસ્તો તાત્કાલિક મરામત કરી પાકો કરવા માંગ ઉઠી છે.
માલપુર તાલુકાની નાનાવાડા પંચાયતના સરપંચ અને લેઉવા પાટીદાર સમાજના અગ્રણી દલસુખભાઈ જેલાભાઈ પટેલે જણાવ્યું કે 10 વર્ષ અગાઉ માલપુર હાઇવે થી સરકારી હોસ્પિટલને જોડતો રસ્તો બનાવાયો હતો. પરંતુ આરસીસી રોડ પર વાહનોના ધસારાના કારણે રસ્તો ઉબડખાબડ બની ગયો છે અને ઠેર ઠેર ખાડા પડી ગયા છ. તદુપરાંત રસ્તા ઉપર ઉખડી ગયેલા પથ્થર ઉડતાં લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.