તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માલપુરમાં મહિલા પોલીસની રસ્તામાં આબરૂ લેવાનો પ્રયાસ કરનાર પકડાયો

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેસવાડીના ઇકોચાલકે બળજબરીનો પ્રયાસ કરી મોબાઇલ ઝૂંટવી લીધો

માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી મોડી સાંજે એક્ટીવા ગોપાલપુર ઘરે પરત ફરી રહેલી મહિલા પોલીસકર્મીને તાલુકાના જેસવાડીના ઇકો ચાલકે તેનો પીછો કરીને ટીસ્કી ગોપાલપુર રોડ વચ્ચે ગાડી આડી કરી પોલીસકર્મીની આબરૂ લેવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી. સામેથી આવતી બાઇક જોઈને ગાડીનો ચાલક પોલીસકર્મીનો મોબાઈલ ઝૂંટવી ભાગી છૂટ્યો હતો. પોલીસે આ મામલે રાત્રે જેસવાડીથી સંજયભાઈ પ્રતાપભાઈ ખાંટને ઝડપી તેની સામે ગુનો નોંધી જેલ હવાલે કર્યો હતો.

ગોપાલપુરની મહિલા માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ગત સાંજે એકટીવા નં. જીજે 31 એચ 6526 લઈને ગોપાલપુર જવા રવાના થઈ હતી. દરમિયાન રાત્રિના 8.30 કલાકે મહિલા પોલીસકર્મી ટીસ્કી ગોપાલપુર રોડ ઉપર અંતરિયાળ વિસ્તાર માંથી પસાર થઇ રહી હતી ત્યારે તેની પાછળ આવતા ઇકો નં. જીજે 31 એ 4168ના ચાલકે અચાનક એક્ટીવા આગળ ગાડી ઉભી કરીને મહિલા પોલીસકર્મીનું મોઢું દબાવી આબરૂ લેવાનો પ્રયત્ન કરતાં સામેથી બાઇક આવતું જોઈ ને ગાડીનો ચાલક મહિલાનો રૂ. 7000નો મોબાઇલ ઝૂંટવીને ગાડી લઈ ભાગી છૂટ્યો હતો.

મહિલાએ પોતાના પરિવારને જાણ કરતાં પરિવારે માલપુર પોલીસને જાણ કરતાં માલપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સંજયભાઈ પ્રતાપભાઇ ખાંટ રહે.જેસવાડી તા.માલપુરને દબોચી લઈને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લઇ તેની વિરુદ્ધ ગુનો નોંધી ઇકોના નંબરના આધારે આરોપીને ગણતરીની મિનિટોમાં ઝડપી લીધો હતો. આરોપીએ મહિલા પોલીસકર્મીનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી સંજય પ્રતાપભાઇ ખાંટે ગુનાની કબૂલાત કરતા જેલમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...