ફરિયાદ:મોડાસાની પરિણીતા પાસે સાસરિયાંએ દહેજ પટે 2 દુકાન અને ફ્લેટની માંગ કરી

મોડાસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા પોલીસમાં 4 મહિલાઓ સહિત 7 શખ્સો સામે ફરિયાદ

મોડાસાની કેદારનાથ સોસાયટીમાં રહેતી મહિલાને સાસરિયાઓની ચડામણીથી પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપીને માર મારઝૂડ કરી દહેજની માગણી કરતા મહિલાએ મોડાસાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે 4 મહિલાઓ સહિત સાત લોકો વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે મોડાસાની કેદારનાથ સોસાયટીમાં રહેતી એક સંતાનની માતાને સાસરિયાઓ અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપીને દહેજમાં કંઈ લાવી નથી તેમ કહીં બે દુકાન અને ફ્લેટની માગણી કરી તેને મારઝૂડ કરાતા હતાં.

સાસરિયાના ત્રાસ સહન ન થતાં દર્શનીકાબેન ઘનશ્યામભાઈ પટેલે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ઘનશ્યામભાઈ નટવરભાઈ પટેલ,નટવરભાઈ શામળભાઇ પટેલ,ગીતાબેન નટવરભાઈ પટેલ તમામ રહે.કેદારનાથ સોસાયટી મોડાસા,પીનલબેન યોગેશભાઈ પટેલ રહે.કિશોરપુરા,મોડાસા, યોગેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ રહે.કિશોરપુરા,મિતલબેન દક્ષેશભાઈ પટેલ રહે.ખંભીસર,મોડાસા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...