જગતનો તાત ચિંતિત:જીતપુર ગામમાં મેઘરાજાને મનાવવા મહિલાઓ મેહુલિયાને માથે મૂકી ફરી

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતાં જગતનો તાત ચિંતિત

અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા સૌની મીટ આકાશ તરફ મંડાઈ છે ત્યારે ગામડાઓમાં સૂકાતી મોલાતને કારણે ખેડૂત પરિવારો બેબાકળા બન્યા છે. જિલ્લામાં વરસાદની વહેલી પધરામણી થાય તે માટે માલપુર તાલુકાના જીતપુર માં વાલ્મિકી સમાજની મહિલાઓ મેઘરાજાને મનાવવા માથે મેહુલિયો લઈને ઘેર-ઘેર ફરી મેઘરાજાની પધરામણી કરે તે માટે પ્રાર્થના કરી હતી.

જીતપુરમાં વરસાદ માગવા ફળીએ ફળીએ નીકળેલી વાલ્મિકી સમાજની બહેનો દ્વારા માથે ભગવાનની મૂર્તિ બિરાજમાન કરી મેઘરાજાની પધરામણી માટે કાકલૂદી કરી હતી. ગ્રામજનોએ મેહુલિયા પર પાણીનો અભિષેક કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...