બુટલેગરોમાં નાસભાગ:બાયડના પાતેરીમાં બુટલેગરો મગરના ભયથી નદી કિનારો છોડીને ભાગી ગયા

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાયડ તાલુકામાં વાત્રક તથા માજુમ નદી વર્ષોથી મગરોનું આશ્રયસ્થાન છે

બાયડ તાલુકાના પાતેરી ગામમાં કેટલાક લોકો દેશી દારૂ બનાવવા માટે કુખ્યાત છે ગામના કેટલાક બુટલેગરો હજારો લિટર દેશી દારૂ અન્ય જિલ્લાઓમાં પણ મોકલે છે. ત્યારે સોમવાર રાત્રિના સુમારે એક મગરે દેખા દેતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઇ હતી.

બાયડ તાલુકામાં વાત્રક તથા માજુમ નદી વર્ષોથી મગરોનું આશ્રયસ્થાન છે. વર્ષોથી આ સ્થળે મગરો વસવાટ કરતા રહ્યા છે. સોમવારે રાત્રિના આઠ વાગ્યાના સુમારે અચાનક જ નદીમાંથી મગર આવી જતાં નદીના કિનારા આસપાસ દારૂની ભઠ્ઠી ચલાવનારા બુટલેગરો ભાગી ગયા હતા. ગામ લોકો ઘરોમાં છુપાઈ ગયા હતા કલાકો બાદ મગર જાતે નદીમાં જતો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...