તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભિલોડાના માંકરોડમાં 6 અને 8 વર્ષની બે બાળકી કોરોનાગ્રસ્ત, જિલ્લામાં 6 ને કોરોના, અરવલ્લીમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાતાં કુલ આંક 721

મોડાસા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં 4 દર્દીઓને રજા આપતાં કુલ આંક 609 થયો

ભિલોડા તાલુકાના માંકરોડામાં છ વર્ષની બાળકી અને બીજી આઠ વર્ષની બાળકી આધેડ મહિલા, ભિલોડામાં આધેડ મહિલા તેમજ મોડાસાની વિદ્યાકુંજ સોસાયટીમાં રહેતા આધેડ અને મહિલાને કોરોના થતાં જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 721 પહોંચી છે. આ પૈકી 609 દર્દીઓની સારવાર પૂર્ણ થઈ છે. ભિલોડામાં 65 વર્ષીય મહિલા , તાલુકાના માંકરોડામાં છ વર્ષીય બાળકી, આઠ વર્ષની બાળકી તેમજ આ જ ગામની 64 વર્ષીય મહિલા, ભિલોડામાં આધેડ મહિલા, મોડાસાની વિદ્યાકુંજ સોસાયટીમાં રહેતા 80 વર્ષીય પુરુષ અને શહેરની પાવન સિટીમાં રહેતી 38 વર્ષીય મહિલા બીમારીમાં સપડાતાં તેમના જુદા જુદા મેડિકલ ટેસ્ટ કરતાં ઉપરોક્ત તમામ દર્દીઓને કોરોના પોઝિટિવ આવતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી બે મહિલાઓ અને એક પુરુષ તેમજ અમદાવાદમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પુરૂષને કોરોના ને મ્હાત આપતાં રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો