તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડીની ફરિયાદ:ભિલોડામાં પિતા-પુત્રે મકાનના રૂપિયા લઇ વેચાણ દસ્તાવેજ ન કરી છેતરપિંડી આચરી

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંનેએ તે જ મકાન પર 26.50 લાખની લોન પણ લીધી, ફોન-ઘર બંધ કરી ફરાર

ભિલોડાની પટેલ સોસાયટીમાં રહેતા મકાનમાલિકે વેચાણખત કરી મકાન ની પૂરેપૂરી કિંમત વસૂલી છતાં વેચાણ દસ્તાવેજ ન કરી તેમજ મકાન પર 26.50 લાખની લોન લઈ છેતરપિંડી કરતાં પિતા-પુત્ર વિરુદ્ધ ભિલોડા પોલીસમાં રૂ.28.51 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.

ભિલોડાના વિષ્ણુભાઈ રમણભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે સને 2019માં પટેલ સોસાયટીમાં ઋષિકેશ રમેશભાઈ ભાવસાર તથા તેમના પિતા રમેશભાઈ ભોગીભાઈ ભાવસાર નવું મકાન વેચવાનું છે નુંજાણવા મળતા તેઓએ જમીન દલાલી કરતા સાંકા ભાઈ ધુળાભાઈ પટેલ રહે.ટોરડાને વાત કરીમકાન માલિકો સાથે બેઠક કરી મકાન કિં. 28.51 લાખ નક્કી કરી હતી. દરમિયાન 15 લાખ તેઓએ બંનેને રોકડ આપી બાનાખાત કરી આપ્યા હતા અને બાકી 13.51 લાખ ટાઈટલ ક્લીયર થયે દસ્તાવેજ કરતા સમયે ચૂકવવાના રહેશે તેવુ લખાણ પણ નોટરી કરી સાક્ષીઓની રૂબરૂમાં લખાણ લખી અને સહી કરી હતી અને મકાનનો કબજો વિષ્ણુભાઈ સંભાળી લીધો હતો.

વેચાણ બાનાખતમાં નક્કી થયેલ મુજબ દસ્તાવેજ કરવાની બંને મકાન માલિકોને વાત કરતાં તેઓ જણાવતા હતા કે આજે હું બહાર છું આજે હું આજે હું ધંધામાં રોકાયેલછુ થોડા ટાઈમ માં હું દસ્તાવેજ કરી આપીશ એવું કહી વિષ્ણુભાઈ પટેલને વિશ્વાસમાં લીધા હતા. ઈશ્વરભાઈ પટેલ બંધ મકાન માલિકને ટાયટલ ક્લિયર કરવા બાબતે જણાવ્યુ તે દરમિયાન વિષ્ણુભાઈને જાણવા મળ્યુ કે મકાન માલિકે ઈડરની એ.યુ.સ્મોલ ફાયનાન્સ બેંકમાંથી રૂ.22.50 લાખની લોન તેમજ પાછળથી રૂ.4 લાખની લોન લીધી છે.

મકાન માલિકને વાત કરતા અમો લોન ચૂકતે કરી આપને દસ્તાવેજ કરી આપીશુ તેવુ લખાણ લખી આપ્યુ હતું. પરંતુ વેચાણ દસ્તાવેજ ન કરી આપતા અને બંનેના મોબાઇલ અને ઘર બંધ જોવા મળતાં વિષ્ણુભાઈ રમણભાઈ પટેલે ભિલોડા પોલીસમાં પિતા-પુત્ર રમેશ ભોગીભાઈ ભાવસાર અને ઋષીકેશ રમેશભાઈ ભાવસાર સામે રૂ.28.50 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...