સમિતિની રચના:અરવલ્લીમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ભાજપે પેજ સમિતિની રચનાની શરૂઆત કરી

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રાજેન્દ્ર પટેલની વરણી થયા બાદ કાર્યકરો આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લાના 1058 ઉપર પેજ સમિતિ બનાવવા કવાયત હાથ ધરી છે જેના ભાગરૂપે મોડાસા તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ પટેલે સમિતિની રચના કરી વિધાનસભાના પ્રભારી ભીખાજી દુધાજી ડામોરને સુપરત કરી હતી.મોડાસા તાલુકા ભાજપા મહામંત્રી રમેશભાઇ પટેલ દ્વારા ૧૫ પેજ સમિતિઓ બનાવી જિલ્લા મહામંત્રી અને મોડાસા વિધાનસભા પ્રભારી ભીખાજી ઠાકોરને સુપ્રત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...