તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • In Aravalli So Far 38.31% People Have Been Vaccinated, 17.22 Youth In The Age Group Of 18 To 44 Years Have Been Vaccinated Against Corona.

રસીકરણ:અરવલ્લીમાં અત્યારસુધીમાં 38.31 % લોકોને રસીકરણ, 18 થી 44 વયજૂથમાં 17.22 યુવાનોએ કોરોનાની વેક્સિન લીધી

મોડાસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લી જિલ્લામાં 18 વર્ષથી ઉપરના તેમજ સિનિયર સિટીઝનોને વેક્સિન આપવા આરોગ્ય વિભાગ દ્વારા કવાયત હાથ ધરાઇ છે - Divya Bhaskar
અરવલ્લી જિલ્લામાં 18 વર્ષથી ઉપરના તેમજ સિનિયર સિટીઝનોને વેક્સિન આપવા આરોગ્ય વિભાગ દ્વારા કવાયત હાથ ધરાઇ છે

અરવલ્લી જિલ્લામાં મહામારીને નાથવા આરોગ્ય વિભાગ દ્વારા કવાયત હાથ ધરાઇ છે. જિલ્લાના પ્રત્યેક નાગરિકો એટલે કે 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોનું વેક્સિનેશન થાય તે માટે જિલ્લાના છ તાલુકાના પીએચસી સેન્ટર તેમજ સીએચસી સેન્ટર અને સબ સેન્ટર રોજિંદા 25 કરતાં વધુ રસીકરણ બુથ ઉપર થી અત્યાર સુધીમાં 835395 માંથી 320081 લોકોએ રસી લેતાં કુલ 38.31 ટકા લોકોને રસી અપાયાનું નોંધાયું છે અને 524464 યુવાનોમાંથી 90351 યુવાઓએ રસી લેતાં કુલ 17.22 ટકા રસી થયાનુું નોંધાયું છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવા માટે વર્તમાન સમયમાં રસીકરણનું મહાભિયાન ચાલી રહ્યું છે. જેમાં અરવલ્લી જીલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ,મેઘરજ,માલપુર તથા ધનસુરાના જુદા-જુદા સેન્ટરો પર HCW,FLW, ૧૮ થી ૪૪, ૪૫ થી ૫૯ તથા ૬૦ ઉપરના લોકોને રસીકરણ હેઠળ આવરી લેવા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણનું અભિયાન હાથ ધરાયું છે. અરવલ્લીમાં ૧૮ થી ૪૪ વર્ષના યુવાઓનું પણ રસીકરણ થઇ રહ્યું છે.

જેમાં જીલ્લાના ૫૨૪૪૬૪ યુવાનોમાંથી અત્યાર સુધીમાં ૯૦૩૫૧ યુવાનોને રસી અપાઈ છે. જેમાં અરવલ્લીના ૮૩૫૩૯૫ લોકોમાંથી અત્યાર સુધીમાં ૩૨૦૦૮૧ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે. અત્યાર સુધીમાં HCWનાં ૭૭૮૧ માંથી ૭૬૮૫એ પ્રથમ તથા ૬૮૩૫એ રસીનો બીજો ડોઝ, FLWના ૯૦૨૫ માંથી ૧૩૧૭૫એ પ્રથમ તથા ૯૩૭૩ એ બીજો ડોઝ, ૪૫ થી ૫૯ના ૩૧૦૯૩૧ માંથી ૨૦૮૮૭૦એ પ્રથમ તથા ૧૨૧૨૪૨ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હોવાનુ નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...