તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અરવલ્લી જિલ્લામાં સિઝનમાં પ્રથમવાર 15હજાર હેક્ટરકરતાં વધુ જમીનમાં ચણાની ખેડૂતોએ વાવણી કરી છે. પરંતુ છેલ્લા એક સપ્તાહથી ચણામાં લીલી ઇયળ અને મશીનામની જીવાતનો ઉપદ્રવ વધતાં ખેડૂતો હેરાન પરેશાન થઇ ગયા છે બીજી બાજુ વાદળછાયુ વાતાવરણ રહેવાના કારણે ચણામાં વિપરીત અસર પડતાં ચણાનું ઉત્પાદન ઘટવાની ખેડૂતોએ શંકા વ્યક્ત કરી હતી.
જિલ્લામાં સૌથી વધુ ચણાનું વાવેતર માલપુર તાલુકામાં થાય છે. ત્યારબાદ મોડાસા, ભિલોડા અને મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની અછત હોવાના કારણે અને બજારમાં ઊંચો ભાવ મળવાની આશા થી ખેડૂતોએ શિયાળુ સિઝન દરમિયાન ચણાની વાવણી પર પસંદગી ઉતારતા જિલ્લામાં પ્રથમવાર 15 હજાર હેક્ટરથી વધુમાં ચણાની વાવણી થઈ છે. સૌથી વધુ ગુલાબી ચણા ની વાવણી માલપુર તાલુકામાં થઈ છે. ગત માસમાં સતત ત્રણ વાર કમોસમી માવઠુ થતા અને વાદળછાયુ વાતાવરણ રહેવાના કારણે ચણા પર માઠી અસર પડી છે. તદુપરાંત ચણાના પાકમાં ફૂલ અને પોપટા આવવાના સમયે છેલ્લા એક સપ્તાહ ઉપરાંતના સમયથી લીલીઇયળનો ઉપદ્રવ વધતાં ખેડૂતો પાકને બચાવવા માટે બજારમાંથી મોંઘા ભાવે જંતુનાશક દવાઓની ખરીદી કરીને દવાનો છંટકાવ શરૂ કર્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.