અરવલ્લી જિલ્લામાં યોજાનાર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 60 કેન્દ્રો ઉપર યોજાવાની છે. જેમાં 21270 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. જિલ્લામાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ની સ્પાર્ધાત્મક પરીક્ષા 24 એપ્રિલના રોજ 11થી 13 કલાક દરમ્યાન યોજાનાર પરીક્ષાને અનુલક્ષી ગાંધીનગર ખાતેથી યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં કલેક્ટર ડો. નરેન્દ્ર કુમાર મીના, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. પરમાર, નાયબ પોલીસ અધિક્ષક પરેશ સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી જે.એસ. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.ડી.પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કલેક્ટરએ પરીક્ષાર્થીઓ ભય મુક્ત અને સુચારુ રીતે અને નિષ્પક્ષ્ રીતે પરીક્ષા આપી શકે તે માટે સંચાલકો અને અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી જવાબદારીપૂર્વક નિભાવવા ભાર મૂક્યો હતો.
કલેક્ટરએ પરીક્ષા ઝોન મોડાસાના સ્ટ્રોંગ રૂમ ખાતે સુરક્ષા માટે અલાયદી 1+3 હથિયારધારી પોલીસગાર્ડની નિમણૂંક કરવા અને પ્રશ્નનપત્રો લેવા જવા માટે હથિયારધારી પોલીસ ગાર્ડની વ્યવસ્થા કરવા, તેમજ તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે બંન્ને પરીક્ષા દરમિયાન પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવા અને જિલ્લામાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની તેકદારી રાખવા, પોલીસ વિભાગને સૂચન કર્યું હતું.
તથા પરીક્ષા કટ્રોલ રૂમ ખાતે કંટ્રોલ અધિકારી, સહિતના સ્ટાફની નિમણૂંક કરવા તથા તમામ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગ ખાતે કેન્દ્ર સંચાલકોની નિમણૂક કરવા, કેન્દ્ર સંચાલક દ્રારા સુપરવાઈઝર અને અન્ય સ્ટાફની નિમણૂંક કરવા પણ જણાવ્યું હતું પરીક્ષા બિલ્ડીંગ ખાતે પરીક્ષા દરમ્યાનના સી..સી. ટી.વી. કૂટેજ મેળવવા તથા પરીક્ષાર્થીઓ શાંત ચિત્તે પરીક્ષા આપી તે માટે વિજ પુરવઠો ચાલુ રાખવા, અને પરીક્ષાર્થીઓ પરીક્ષા બિલ્ડીંગ પર સમયસર આવી શકે તે માટે એસ.ટી વિભાગને વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લાના 6 તાલુકાના 60 પરીક્ષા કેન્દ્રો
જિલ્લાના 6 તાલુકાના 60 પરીક્ષા કેન્દ્રો ખાતે 21270 ઉમેદવારોની પરીક્ષા યોજાવાની છે. જેમાં મોડાસા તાલુકાના 26 માલપુર 3, ભિલોડા 10, બાયડ 14 , ધનસુરા 3 અને મેઘરજ 4 મળી 60 પરીક્ષા કેન્દ્રો ઉભા કરાયા છે અને જુદા જુદા 18 રૂટ ઉભા કરાયા છે તદુપરાંત 709 બ્લોક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું કલેકટરએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.