કોરોનામાં રાહત:અરવલ્લીમાં 6 દર્દીઓ સાજા થતાં રજા અપાઇ

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મંગળવારે અરવલ્લી જિલ્લામાં 6 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવતા કુલડિસ્ચાર્જનો આંક 520 એ પહોંચ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 627 પહોંચી છે. જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધતાં સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા સરવે કામગીરી હાથ ધરાતાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા 516 લોકોને હોમક્વોરન્ટાઇન કરાયા છે. જિલ્લા અને જિલ્લા બહારની જુદીજુદી હોસ્પિટલોમાં કોરોનાના 39 દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મોડાસા શહેરી વિસ્તારના 3 પુરુષ, 2 મહિલા, મેઘરજ તાલુકાના ગામ વિસ્તારના પુરુષ સહિત 6 પોઝિટિવ દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...