તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:અરવલ્લીમાં કોરોનાના 6 કેસ, પાંચ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

મોડાસા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોડાસામાં 2, ગ્રામ્યમાં 1, ભિલોડા, માલપુર અને ધનસુરા તાલુકામાં 1-1 કેસ

મોડાસા શહેરમાં 2, મોડાસા ગામ વિસ્તારમાં 1, ભિલોડા તાલુકામાં 1, માલપુર તાલુકામાં 1 અને ધનસુરા તાલુકામાં 1 દર્દીને કોરોના થતાં સારવારમાં ખસેડાયા હતા. સારવાર લઈ રહેલા ચાર પુરુષ અને મહિલાએ કોરોનાને હરાવતાં રજા અપાઇ હતી.મોડાસા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા બે પુરુષ, તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પુરુષ, ભિલોડા તાલુકાના ગામ વિસ્તારનો પુરુષ, માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પુરુષ અને ધનસુરા તાલુકાનો પુરુષ બે દિવસ અગાઉબીમારીમાં સપડાતાં મેડિકલ ટેસ્ટ કરાતાં છ દર્દીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં સારવાર હેઠળ ખસેડાયા હતા. પરિણામે જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 727 પહોંચી છે.

મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે પુરુષ, મહિલા, બાયડ ની વાત્રક જનરલ હોસ્પિટલમાં બે પુરુષ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 614 દર્દીઓની સારવાર પૂર્ણ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો