તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રાસ:મને છૂટાછેડા આપી દે નહીં તો તારે જાનથી હાથ ધોવા પડશે કહી તગેડી, મોડાસામાં વારંવાર દહેજની માંગણી કરી પતિ ત્રાસ આપતો

મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્નીને આડા સંબંધોની જાણ થતાં ત્રાસ આપવાનું ચાલું કર્યું

મોડાસાની અમન પાર્ક સોસાયટીમાં રહેતા પતિ દ્વારા મહિલાને મારઝૂડ કરી તેના ઉપર શારિરીક માનસિક ત્રાસ ગુજારી તેના પિતાના ઘરેથી વારંવાર દહેજ માટે માગણી કરી મહિલાને જાનથી મારી નાખવાની અને છૂટાછેડા આપવાની ધમકી આપતાં મહિલાએ મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. મોડાસાના ભાવસારવાળામાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા આરીફભાઈ કાસમભાઈ મલેક ની દીકરી મિસબાબેનના લગ્ન સામાજિક રીત રિવાજ મુજબ ત્રણ વર્ષ અગાઉ અમન પાર્ક સોસાયટીમાં રહેતા મીરજા મોહમ્મદ સહેજાન સાબીર હુસેન સાથે થયા હતા. શરૂઆતમાં પતિ દ્વારા મહિલા સાથે સારો વ્યવહાર રાખવામાં આવતો હતો.

પરંતુ પતિને અન્ય મહિલા સાથે આડા સંબંધોની જાણ થતાં પરિણીતાએ પતિને પૂછપરછ કરતાં તેણે ગડદાપાટુનો માર મારી તું મને ગમતી નથી અને લગ્નમાં પાંચ લાખ રૂપિયાનો ખર્ચો થયો છે તે તારા બાપના ઘરેથી લઈ જાવ એવું વારંવાર કહી મહેણા મારી પતિ વારંવાર કહેતો હતો કેઆ ઘર છોડીને જતી રહે નહીં તો જાનથી મારી નાખીશ મને સામાજિક રીતે છૂટાછેડા આપી દે નહીં તો તારે જાનથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપતાં મિસબાબેને ફરિયાદ નોંધાવતાં મોહમ્મદ સહજાન સામે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો