તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ભિલોડાના ચોરીમાલામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ, મોડાસા કોર્ટનો ચુકાદો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષ અગાઉ ત્રણ સંતાનોની માતા પર પતિએ વહેમ રાખી ગળું દબાવી ઘરમાં જ મોતને ઘાટ ઉતારી હતી

ભિલોડાના ચોરીમાલામાં 4 વર્ષ અગાઉ પત્ની ઉપર શક રાખી પોતાના જ ઘરમાં પતિએ ગળું દબાવી હત્યા કરવાના કેસમાં મોડાસાની ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે સરકારી વકીલ ડી.એસ.પટેલની રજૂઆત અને પુરાવાના આધારે ન્યાયાધીશ એચ.સી વોરાએ મૃતકના પતિને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.ઉદેપુરના ખેરવાડાના પાટિયાની કનુબેન ઉર્ફ પુષ્પાબેનના લગ્ન ચોરીમાલાના નરેશભાઈ સકરાજી ચોલવીયા સાથે થયા હતા.

દંપતીના 11 વર્ષના લગ્ન જીવનના દરમિયાન ત્રણ સંતાનોની માતા પર પતિ વહેમ રાખી 10 મે 2017 ના રોજ સાંજે પતિ-પત્ની વચ્ચે પોતાના ઘરે તકરાર થતાં પતિએ રૂમમાં જઈને કનુબેન (35) નું ગળું દબાવી નિર્મમ હત્યા કરી વહેલી સવારે નરેશ ભાગી છૂટ્યો હતો. આ અંગેની જાણ પિયરીયાંઓને થતાં ચોરીમાલા દોડી આવ્યા હતા અને તેમણે મૃતકની 8 વર્ષીય પુત્રી રિપલને પૂછતાં તેણે જણાવ્યું કે રાત્રે પપ્પાએ મમ્મીને ઘરના અંદરના ખંડમાં લઈ જઈ ગળું દબાવી મમ્મીને મારી નાખી છે.

આવું જણાવતા મૃતકનાપિતા નાનજીભાઈ હુંકાજી ભગોરાએ ભિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પીએમ કરાવી તપાસ હાથ ધરી નરેશભાઈ શકરાજી ચોલવિયા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ કેસ ચાર વર્ષ દરમિયાન મોડાસાની ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સરકારી વકીલની ધારદાર રજૂઆત અને પુરાવાના આધારે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...