તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:મોડાસાના રાણાસૈયદ વિસ્તારમાં છોકરી ભગાડી ગયાની બબાલમાં હોટલમાં તોડફોડ

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોટલ તોડી નાખો, સળગાવી દો કહી લાકડી અને ધોકા માર્યા, 7 સામે ફરિયાદ

મોડાસાના રાણા સૈયદ ત્રણ રસ્તા વિસ્તારમાં હોટલમાં કેટલાક શખ્સોએ પીરૂ મુલતાનીનો છોકરો આપણી છોકરીને ભગાડી ગયો છે કહી હોટેલમાં તોડફોડ કરતાં મોડાસા ટાઉન પોલીસમાં 7 ગુનો નોંધાયો છે. બાયડના લખણેશ્વરી બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા મુન્નાભાઇ હુસેનભાઈ મુલતાનીએ મોડાસાના રાણા સૈયદ વિસ્તારના આલમભાઇ લાલુભાઈ મુલ્તાની પાસેથી રૂ.5000 ના ભાડેથી હોટલ લીધી હતી. દરમિયાન ગુરૂવારના રાત્રે હોટલ બંધ કરી દુકાનમાં સૂતા હતા.

તે દરમિયાન ટોળુ હાથમાં લાકડીઓ અને ધોકા લઈ પીરુ મુલતાનીનો છોકરો અમારી છોકરીને ભાગી ગયો છે. કહી આ હોટલ તોડી નાખો અને સળગાવી દો કહી લાકડી અને ધોકાથી હોટલની અંદર તોડફોડ કરવા લાગતાં મુન્નાભાઈ મુલતાની પોતાના ભત્રીજા અશાદ (7) ને લઈને બહાર નીકળી ગયા હતા અને તે દરમિયાન આજુબાજુના માણસો દોડી આવતા પોલીસને ફોન કરીએ છીએ તેવુ કહેતા આ તમામ શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા અને તે દરમિયાન ઈસુબભાઈ ગુલાબભાઈ મુલ્તાની પાસેથી જાણવા મળ્યુ કે પીરૂ લાલુ મુલતાનીનો દીકરો અમીર પીરૂ મુલતાનીનો અલારખ નાથુ મુલતાનીની છોકરીને લઈને ભાગી ગયો છે. હોટલમાં ફ્રીજ, ટેબલ અને કાઉન્ટરમાં તોડફોડ કરતાં મુન્નાભાઈ મુલતાનીએ ફરિયાદ નોંધાવી હતી.

આમની સામે ફરિયાદ
અલારખા નાથુ મુલતાની, જાકીર નીઝામ મુલતાની, હમીદ ગુલાબ મુલતાની, મોહસીન અયુબ મુલતાની, આસીફ અયુબ મુલતાની, આર્યલ અયુબ મુલતાની, મોહંમદ ફૈક અલારખા મુલતાની, તમામ રહે.ચાંદટેકરી તા.મોડાસા

અન્ય સમાચારો પણ છે...