તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આધુનિક ખેતી:અરવલ્લી જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ 3000 હેક્ટર વધુ જમીનમાં બાગાયતી પાકોની વાવણી કરાઇ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે 35726 હેક્ટરમાં બાગાયતી પાકોનું વાવેતર કર્યુ હતું

અરવલ્લી જિલ્લામાં એક સમયે ખેડૂતો માંડ માંડ બે થી ત્રણ હજાર હેક્ટર જમીનમાં બાગાયતી પાકોનું વાવેતર કરતા હતા. પરંતુ ખેડૂતો બાગાયતી પાકોની વાવણીમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં થતાં જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 3000 હેક્ટર વધુ જમીનમાં બાગાયતી પાકોની વાવણી થઇ હોવાનું બાગાયત અધિકારી ભાવિનભાઈ અને અધિકારી એ.વી ગઢવીએ જણાવ્યું હતુ. જિલ્લામાં ગત વર્ષે 35726 હેક્ટરમાં બાગાયતી પાકોની વાવણી થઇ હોવાનું નોંધાયું હતું. આ વર્ષે 38હજાર હેક્ટરમાં બાગાયતી પાકોની વાવણી થઇ છે.

અરવલ્લી જિલ્લામાં ધીમે ધીમે ખેડૂતો હવે બાગાયતી પાકોની વાવણી તરફ વળ્યા છે. કચ્છી પાટીદાર ખેડૂતો સાહસ ખેડીને બાગાયતી પાકો જેવા કે ભોલા મરચાં સીમલા મરચી ફ્લાવર કોબીજ ટામેટી બટાકા, લો સુગર બટાકા તરબૂચ શકરટેટી ફળાઉ પાક અને મસાલા પાકની વાવણી કરી રહ્યા છે. ખેડૂતો બહારથી અને ગ્રીન હાઉસમાંથી મોંઘા બિયારણ અને તૈયાર છોડ લાવીને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ઉપરોક્ત પાકોની વાવણી કરતા થયા છે. પરિણામે જિલ્લામાં 38000 હજાર હેક્ટર ઉપરાંત જમીનમાં ઉપરોક્ત બાગાયતી પાકોની વાવણી થઇ હોવાનું જિલ્લા બાગાયત કચેરીના એ.વી. ગઢવીએ જણાવ્યું હતું.

ગત વર્ષનું વાવેતર
ગત વર્ષનું વાવેતર4888
શાકભાજી, બટાકા27130
મસાલા પાક3587
કોબીજ ફ્લાવર, ફૂલ પાક121
(વાવેતર હેક્ટરમાં)

જૂનવાણી ખેતીમાં વધુ ખર્ચ-માવજત
અણિયોર કંપાના ખેડૂત પટેલ રમણભાઈ ખેતાભાઇ જણાવ્યું કે ખેડૂતોને જૂનવાણી ખેતી મકાઈ, બાજરી, ઘઉં, મગફળી અને કપાસ જેવી ખેતીમાં ખર્ચ વધુ અને માવજત પણ વધુ હોવાથી ખેડૂતો માટે હવે ટૂંકી જમીન થઈ જતાં ખેડૂતો બાગાયતી પાકો તરફ વળ્યા છે. ખેડૂતો બાગાયતી પાકો વિશે પૂરતા માહિતગાર થાય તો આર્થિક રીતે સદ્ધર બની શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો