તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:બાયડના સાઠંબા પાસે ધોરીડુંગરી ચેકપોસ્ટ ફરજ દરમિયાન ઈકોની ટક્કરે હોમગાર્ડ જવાનનું મોત

મોડાસા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો,સમાજના લોકો જોડાયા. - Divya Bhaskar
અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો,સમાજના લોકો જોડાયા.
 • અકસ્માત બાદ ઈકો પલટી જતાં ચાલક સહિત અન્ય લોકો ભાગી ગયા

બાયડ તાલુકાના સાઠંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ધોરી ડુંગરી ચેકપોસ્ટ ખાતે રાત્રે સમયે ફરજ બજાવી રહેલા 46 વર્ષીય હોમગાર્ડ જવાન દિનેશભાઇ પરમારને ઈકોના ચાલકે ટક્કર મારતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાયડ તાલુકાના સાઠંબાના દિનેશભાઈ ખાનાભાઈ પરમાર ઉંમર 46 છેલ્લા 15 વર્ષ ઉપરાંતના સમયથી હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવતા હતા.

19 ફેબુઆરી મંગળવારની મોડી રાત્રે તેઓ સાઠંબા પોલીસ સ્ટેશનના હિતેશકુમાર ગોસાઈ તેમજ સ્ટાફના અન્ય મિત્રો સાથે અરવલ્લી જિલ્લા અને મહિસાગર જિલ્લાની સરહદ ઉપર આવેલા ધોરી ડુંગળી ચેકપોસ્ટ ખાતે ફરજ ઉપર હતા. તે દરમિયાન આઈસરની ચેકિંગ કર્યા બાદ સાઠંબા તરફથી ચેકપોસ્ટ તરફ આવતી ઈકો (GJ 06 LS 9053)ના ચાલકે હોમગાર્ડ જવાનને અડફેટે લેતાં 20 ફૂટ ફેંકાયા હતા. જે બાદમાં ચાલકે કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. અંદર બેઠેલા ચાલક સહિત અન્ય લોકો અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યા હતા. દિનેશભાઇને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108ને જાણ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં દિનેશભાઇ પરમારનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

આ અંગે હિતેશકુમાર દશરથગીરી ગોસાઇએ સાઠંબા પોલીસ સ્ટેશને ફરાર ઈકો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. મૃતકની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો અને સમાજના લોકો જોડાયા હતા.મૃતકની પત્ની અને તેમના દીકરીએ અને સગા સંબંધીઓએ ભારે કલ્પાંત કરી મૂકયું હતું. જિલ્લા કમાન્ડર દિનેશભાઈ પટેલ સાઠંબા ખાતે દોડી ગયા હતા અને મૃતકના પરિવારને સાંત્વના આપી મૃતક જવાનને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

જિલ્લા હોમગાર્ડ કમાન્ડરે પરિવારને સાંત્વના આપી
જિલ્લા હોમગાર્ડઝના કમાન્ડર દિનેશભાઇ પટેલે જણાવ્યું હતું કે મૃતકના પરિવારને ઝડપથી સરકારી સહાય અને વધુમાં વધુ સહાય મળે તે માટે પ્રયત્નો શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો