તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધાંજલી:અરવલ્લીમાં કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના પરિવારોને સહાય આપો: કોંગ્રેસ

મોડાસા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતકોને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલી પાઠવાઇ હતી. - Divya Bhaskar
મૃતકોને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલી પાઠવાઇ હતી.
  • અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસામાં મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી

અરવલ્લી જિલ્લામાં કોરોનાની મહામારી દરમિયાન મૃત્યુ પામેલા મૃતકોને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસામાં શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન કોંગી પદાધિકારીઓએ જિલ્લામાં મૃત્યુ પામેલા આ કોરોનાના દર્દીઓ ના પરિવારને સરકારી સહાય આપવા માગણી કરી હતી અને જિલ્લામાં કોરોનાથી જે લોકોના મૃત્યુ થયા છે તેવા મૃતકોની નોંધણી યાદી તૈયાર કરવા કોંગ્રેસે કવાયત હાથ ધરી છે.

જિલ્લામાં સિવિલના અભાવે અસંખ્ય દર્દીઓના મોત થયા હોવાનો બળાપો ઠાલવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું કે સરકારની અણઆવડતના કારણે જિલ્લામાં મેડિકલ સેવા અને ઓક્સિજન અને ઇન્જેક્શનના અભાવે દર્દીઓના કોરોનામાં મોત થયા છે. કોંગ્રેસ દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારોને સરકાર દ્વારા 3-4 લાખની સહાય મળે તે માટે માગણી કરાઇ હતી.

શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં પ્રમુખ કમલેન્દ્રસિંહ બાયડ ધારાસભ્ય જશુભાઈ પટેલ મોડાસા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર સહિત કોંગ્રેસના તાલુકા પ્રમુખ પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...