તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ગુજરાત કરાર આધારિત કર્મચારી સંઘનું કર્મીઓની પડતર માંગો મામલે આવેદન

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કર્મચારી સંઘના મોડાસાનાપ્રમુખ અમિત કવિ દ્વારા પડતર પ્રશ્નો અંગે આવેદન પત્ર આપી રજૂઆત કરાઇ હતી - Divya Bhaskar
કર્મચારી સંઘના મોડાસાનાપ્રમુખ અમિત કવિ દ્વારા પડતર પ્રશ્નો અંગે આવેદન પત્ર આપી રજૂઆત કરાઇ હતી
  • યોગ્ય વેતન, પગારમાં વિસંગતતા, સમાન કામ સમાન વેતનની માંગ કરી

ગુજરાત કરાર આધારિત કર્મચારી સંઘના પ્રમુખ અમિત કવિ દ્વારા કર્મચારીઓની વર્ષોથી પડતર માંગણીઓ યોગ્ય વેતન, પગારમાં વિસંગતતા તેમજ સમાન કામ સમાન વેતનની માંગણી સાથે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મંત્રી સૌરભભાઈ પટેલ અને સહમંત્રી સતિષભાઈ પટેલને આવેદન આપ્યું હતું.આવેદનમાં જણાવ્યું છે કે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યમાં 12000 અને અરવલ્લીમાં 120 કર્મચારીઓ સમાન કામ સમાન વેતન માટે માંગ કરી રહ્યા છે.

રાજ્યની વડી કચેરી દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઇ પ્રતિસાદ મળ્યો નથી. કરાર આધારિત કર્મચારીઓ ચાલુ નોકરી અને મહામારીમાં ફરજ દરમિયાન મૃત્યુ પણ પામેલા છે. તમામ મૃતકોને યોગ્ય વળતર આપવા રજૂઆત કરી હતી. કર્મચારીઓ પાસે યોગ્ય શૈક્ષણિક લાયકાત હોવા છતાં તેમને યોગ્ય વેતન મળતું નથી. કર્મચારીઓના પગારમાંવિસંગતતા છે.

ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી સૌરભભાઇ પટેલ સાથે મુલાકાત કરી ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતિશ પટેલ દ્વારા હૈયાધારણ આપી હતી કે કર્મચારીઓ ના પડતર પ્રશ્નો મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સુધી પહોંચતા કરાશે.

અન્ય સમાચારો પણ છે...