છેતરપિંડી:નેવી અને રેલવેમાં નોકરી આપવાની લાલચ આપી રૂ.9.60 લાખ પડાવ્યા

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાના દાવલી ગામના પિતા-પુત્રએ મુંબઈના 2 શખ્સો સાથે મળી ધનસુરાના જુની શિનોલના યુવાન સહિત અન્યો સાથે છેતરપિંડી આચર્યા મોડાસા ટાઈન પોલીસમાં ફરિયાદ

મોડાસા તાલુકાના દાવલી ગામના પિતા-પુત્રએ મુંબઈના બેલાપુર વિસ્તારમાં રહેતાં બે શખ્સો સાથે મળીને નેવીમાં અને રેલવેમાં ફરજ બજાવતાં હોવાનું જણાવી ધનસુરા તાલુકાના જુની શીનોલ ગામના યુવાન સહિત અને અન્ય લોકો પાસેથી નોકરી આપવાની લાલચ આપીને રૂપિયા 9.60 લાખની છેતરપીંડી આચરતાં મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.

ધનસુરાના જુની શિનોલના ભૌતિક મથુરભાઈ રાઠોડ અને અન્ય શખ્સોને વાતોમાં ભોળવીને પોતે મુંબઇ ભારતીય મર્ચંટ નેવીમાં તથા રેલવેમાં ફરજ બજાવતા હોવાનું કહીને મુંબઈના બે શખ્સો અને મોડાસા તાલુકાના દાવલી ગામના પિતા-પુત્રએ નેવીમાં અને રેલ્વે મા ક્લાર્કની ભરતીમાં નોકરીની લાલચ આપીને શખ્સો પાસેથી અલગ-અલગ ટાઈમ જગ્યાએ રોકડ તેમજ ઓનલાઇન તેમજ બેંક દ્વારા રૂપિયા 9.60 લાખ ખંખેરી લેતાં ભૌતિક ભાઈ રાઠોડ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ આધારે પોલીસે આરોપી મોડાસા તાલુકાના દાવલી ગામના ચંદુભાઈ ધુળાભાઈ અસારી અને તેમના પુત્ર કુણાલભાઈ ચંદુભાઇ અસારી તેમજ મુંબઈના ઠગાઈ કરનાર સંતોષ કાલે મરાઠી અને નવનત જોગડે રહે.નવી મુંબઈ સી.બી.ડી બેલાપુર મહારાષ્ટ્ર સામે ઠગાઈનો ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...