તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોડાસા શહેર અને આસપાસની છ પંચાયતોનો વિસ્તાર કે જે શહેરની આસપાસ ગૂંથાયેલા છે તેને ઘરેલુ જોડાણ (PNG)આપવાની યોજના માર્ચ 2018 માં શરૂ કરાઇ હતી. શહેરના 20 હજાર મકાનને જોડાણ આપવાના લક્ષ્યાંકો સામે આજદિન સુધી 3500 જોડાણ આપી શકાયા છે. સાબરમતી ગેસએ મોડાસા માટે સીએનજી અને પીએનજી માટે હિંમતનગર મોડાસા વચ્ચે કરોડો રૂપિયા ખર્ચીને પાઇપલાઇન નાખી છે. માર્ચ 2018 માં શરૂ કરાયેલી યોજના ખોરંભે ગઈ છે અને તેનું કારણ માત્ર મોડાસા પાલિકા અને સાબરમતી ગેસ વચ્ચે મંજૂરી આપવા લેવાના કારણો જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે.
શરૂઆતમાં હાથ ધરેલા ફેજ-1માં પાલિકાએ 2018 થી મંજૂરી આપતા સાબરમતી ગેસ 70 લાખની બેંક ગેરંટી 28 લાખ જમીન ભાડું ચૂકવી દેતાં શહેરના ઘુનાઇ રોડ મેઘરજ રોડ પર 1500 જોડાણો અપાયા છે.જ્યારે ફેજ -2 ની મંજૂરી માટે સાબરમતી ગેસે તા. 04-09-2019ની પાલિકા પાસે મંજૂરી માંગતાં તા. 17-11-2019 ના રોજ મંજૂરી આપતા 1 કરોડની બેન્ક ગેરંટી અને ૪૮ લાખ જમીન ભાડું ચૂકવતાં માલપુર અને મેઘરજ રોડ વચ્ચેના ભાગને અંદાજિત 2000 ગેસ જોડાણો આપી દેવાયા હતા. ફેજ 3 માટે તા. 15-09-2020 ના રોજ મંજૂરીમાંગતા ત્રણ મહિના સુધી રાહ જોવડાવી તા.15-12-2020 ના રોજ 48 લાખ જમીન ભાડુ અને 2 કરોડ ગેરંટી ભરવાનો પત્ર લખાયો હતો.
સાબરમતી ગેસ પૈસા ભરશે તો જ મંજૂરી અપાશે
પાલિકાના ચીફ ઓફિસર કમ વહીવટદાર જીગ્નેશ બારોટે જણાવ્યું કે સાબરમતી ગેસ પૈસા ભરશે તો જ મંજૂરી અપાશે શહેરના રોડ-રસ્તા રિપેર કરવા પડે પાલિકા હાલ ભૂગર્ભ ગટરમાં રસ્તા તોડે છે તે અંગેના સવાલોમાં જણાવ્યું કે રસ્તા ભલે તૂટે પણ સાબરમતી ગેસ એ પૈસા ભરવા પડશે તેમની ગણતરી ખોટી છે.
ઘરેલું ગેસ જોડાણથી થતા આટલા ફાયદા
હાલ, શહેરીજનો ગેસના એલપીજી બોટલ 15 કિલોનો લાવે છે જેની કિંમત 750 રૂપિયાની આસપાસ છે એટલે કિલોના 50 આસપાસ પડે છે. જો કે એક જોડાણ પીએનજી મળે તો 27 રૂપિયા કિલોના ભાવે મળે તેમ છે. એટલે કે 50 ટકાનો ફાયદો શહેરીજનો થાય તેમ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.