આયોજન:મોડાસાની ઉમિયા માતાજીના ચોકમાં ગરબા નહીં રમાય માત્ર ચંડીપાઠ થશે

મોડાસા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીની ઊંઝા ઉમિયા મંદિરમાં નવરાત્રીમાં રોજ રાત્રે ૯ કલાકે મહાઆરતીનું આયોજન

મોડાસાના ઉમિયા માતાજી મંદિરમાં આ વર્ષે પણ કોરોનાની મહામારીના કારણે ગરબાનું આયોજન ટ્રસ્ટીઓ દ્વારા મોકૂફ રાખવામાં આવ્યું છે. આજે નોરતાના પ્રથમ દિવસે સવારે 7:00 વાગ્યે ઉમિયા માતાજીના મંદિરમાં ઘટસ્થાપન કરાશે અને નવ દિવસ સુધી સવારે ૧૦થી ૧૨ કલાક દરમ્યાન માતાજીના ચંડીપાઠનું આયોજન કરાયું છે.

તદુપરાંત નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરમાં દર્શન માટેનો સમય સવારે પાંચથી બપોરે એક કલાક દરમિયાન અને સાંજે 4 થી 10 વાગ્યા સુધી રાખ્યો છે. ઉમિયા માતાજી મંદિરમાં નવરાત્રીને લઈને શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ દ્વારા ઘટસ્થાપનની તૈયારી શરૂ કરી હતી . સરકારની ગાઈડલાઈન અનુસાર દર્શન કરી શકે તે માટે આયોજન કરાયું હોવાનું ટ્રસ્ટી ચંદુભાઇ પટેલ સહિતનાઓએ જણાવ્યુ હતું. વધુમાં મંદિરમાં માતાજીની આઠમના યજ્ઞના ચઢાવવાનું આયોજન કર્યું હોવાનું અને દશેરાએ 9 કુવારીકાઓનું પૂજનનું આયોજન કરાયું છે.

કુમકુમ પાર્ટી પ્લોટમાં માતાજીનો ફોટો મૂકી માત્ર આરતી કરાશે
મોડાસાના મેઘરજ રોડ ઉપર કુમકુમ પાર્ટી પ્લોટમાં વર્ષોથી ચૌધરી સમાજ દ્વારા અર્બુદા રંગતાળી ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન થતું આવ્યું છે. સરકારની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને પાર્ટી પ્લોટમાંમાં માત્ર માતાજીનો ફોટો મૂકીને આરતી અને દર્શનનું આયોજન કરાયું હોવાનું અર્બુદા રંગતાળી નવરાત્રી મહોત્સવના પ્રમુખ પંકજભાઇ પટેલ મુન્શીવાડા વાળા એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...