તસ્કરી:ભિલોડાના જાયલામાં બે ભાઇના મકાનમાંથી રૂ. 92હજારની ચોરી

મોડાસા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક ભાઇ ગાંધીનગરમાં નિવૃત્ત કર્મી અને બીજો હિંમતનગર રહે છે
  • બંને બંધ મકાનોમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઇ

ભિલોડાના જાયલા અને હાલ ગાંધીનગર રહેતા નિવૃત્ત કર્મી અને તેમના ભાઈના બંધ મકાનમાંથી ચોરો સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 92 હજારની મત્તાની ચોરી ફરાર થતાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જાયલાના પરંતુ હાલ ગાંધીનગર રહેતા નિવૃત્ત કર્મચારી કમલેશભાઈ નાનજીભાઈ બામણીયાના બંધ મકાનને ચોરો નિશાન બનાવતાં મકાનના દરવાજાનું તાળું તોડી ઘર વખરી અને સરસામાન વેરવિખેર કરીને તિજોરીના ડ્રોવરમાં મૂકેલ સોનાના રૂ.15 હજારના દાગીના તેમજ રોકડ રૂ. 10,000 સહિત કુલ 25 હજારની ચોરીનો અંજામ આપ્યો હતો.

જ્યારે બાજુમાં રહેતા અને હિંમતનગરમાં નોકરી કરતાં અરવિંદભાઈ બામણીયાના મકાનનું તાળું તોડી ચોરો પેટીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના રૂ.35હજાર તેમજ રોકડ 32 હજાર સહિત 37 હજારની મત્તાની ચોરીને અંજામ આપી ભાગી છૂટ્યા હતા. બંને ભાઈઓના બંધ મકાનમાં કુલ રૂ.92હજારની મત્તાની ચોરી થતાં કમલેશભાઈ નાનજીભાઈ બામણીયાએ ભિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...